________________
સર્ગ : જે ]
[૪૭ વદ આઠમના લેકર લગ્ન, શ્રીવત્સ લાંછનયુક્ત ભરતાર્ધચક્રવર્તિલક્ષણે યુક્ત પુત્રને શ્રી દેવકીજીએ જન્મ આપે. ભરતાર્ધદેવીએ કંસના રક્ષકોને નિદ્રા આપી દીધી, દેવકીજીએ વસુદેવને લાવ્યા, વસુદેવ બાળકને લઈ ગેકુળ તરફ વિદાય થયા, નગરના દરવાજા પાસે પહોંચતા જ વસુદેવને પાંજરામાં પુરાયેલા ઉગ્રસેન રાજવીએ પૂછ્યું કે આ શું લઈને જઈ રહ્યા છે? વસુદેવે કહ્યું કે આપને કાષ્ટ પિંજરમાંથી છોડાવનારને લઈને જાઉં છું. ઉગ્રસેને લાકડાના પિંજરની પ્રશંસા કરતાં કહ્યું કે આ પાંજરાના પ્રભાવથી હું જાગતો હતો, અને મેં આ દશ્ય જોયું. બાળકના પ્રભાવથી વસુદેવ સુખ પૂર્વક યમુના પાર કરીને ગેકુલ પહોંચી ગયા.
ભાગ્યને નન્દની પત્ની યશોદાએ એક મનરમ્ય આકૃતિવાળી પુત્રીને જન્મ આપે હતા, પિતાના પુત્રને ત્યાં રાખી, તે કન્યાને પિતાની સાથે લઈને વસુદેવ પિતાના સ્થાનમાં પાછા આવ્યા, નન્દપુત્રીને દેવકીજીની પાસે મૂકી, ત્યારબાદ રક્ષકોની નિદ્રા ઉડી ગઈ. કન્યાને લઈ સેવકોએ કંસને આપી, કંસે તેનું નાક કાપી લઈને બાળકી દેવકીજીને પાછી સુપ્રત કરી. અને અભિમાનથી હસતે “કંસ” પિતાની જાતને ધન્ય માનવા લાગ્યું. અને બોલ્યો કે મેં મૃત્યુ ઉપર વિજ્ય મેળવ્યો છે. મુનિના વચનને મેં ખોટા પાડયાં છે.
આ બાજુ બાળક વડે ગોકુળ શેવા લાગ્યું. યશોદા અને નંદ બાલકને જોઈ ખૂબ જ હર્ષોલ્લસિત બન્યા. શ્યામ