________________
પરી
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય તૈયાર થયે, મૃત્યુથી ગભરાયેલ કેસે પિતાના મંત્રી બૃહસ્પતિને બોલાવી કહ્યું કે મારો શત્રુ નંદગોકુલમાં આનંદપૂર્વક રહે છે. માટે તેને પકડવાને ઉપાય વિચારે, મંત્રીએ કહ્યું કે દેવ! શારંગ ધનુષ્યના આપણને માટે એક સુંદર મંડપનું આયોજન કરીએ, તે મહોત્સવમાં બધા રાજાઓને આમંત્રણ આપી બેલાવીએ, પુત્ર પ્રેમી દશાર્ણોને આમંત્રણ આપવું નહિ. અને આપ ઘેષણ કરાવે કે જે કોઈ શારંગ ધનુષ્યનું આરોપણ કરશે, તેને કંસરાજા પિતાની બેન સત્યભામા આપશે, આપને શત્રુ જે ગેપ છે તે ઉત્સવમાં જરૂર આવશે. અને જે આવશે કે તરત જ આપના સૈનિકે તેને પકડી લેશે. કંસે મંત્રીને બધું કામ કરવા માટે આજ્ઞા આપી, મંત્રીએ મંડપનું આયોજન કરાવ્યું. બધા રાજા એકત્ર થયા, આ બધે વૃત્તાંત જાણીને બલદેવના મોટાભાઈ અનાવૃષ્ટિ ચુપચાપ શૌર્યપુરથી નીકળીને મથુરા આવ્યા, રાત્રી રોકુળમાં રહ્યા, રાત્રીના બલરામે બધા સમાચાર કહ્યા, સવારમાં કૃષ્ણને સાથે લઈને જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં તેમને રથ વડના ઝાડની સાથે અથડાયે, જ્યારે રથને આગળ ચલાવવામાં મુશ્કેલી પડી ત્યારે કૃષ્ણ દુર્વાની જેમ વડના ઝાડને ઉખાડીને ફેંકી દીધું. કૃષ્ણના બાહુબલથી પ્રસન્ન થઈને અનાધૃષ્ટિએ કૃષ્ણને આલિંગન કર્યું. મથુરામાં આવી મંડપમાં પ્રવેશ કર્યો. ઉંચા મંચ ઉપર બેઠેલા રાજાઓને જેયા, ધનુષ્યની પાસે સત્યભામાને જોઈ સત્યભામાની દ્રષ્ટિ કૃષ્ણ ઉપર પણ પડી. કલિંગ, બંગ,