________________
૧૯૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય મૂકીને કહ્યું કે આપ દુર્યોધનને મારો સંદેશ કહેજો કે પ્રજાનું પાલન એવી રીતે કરજો કે જેનાથી પૂર્વજોની કીતિ ઉજજવલ બને, યુધિષ્ઠિરને વિનય અને દુર્યોધનના અવિનયને યાદ કરતા લજિજત બનેલા ધૃતરાષ્ટ્ર નગરમાં પાછા આવ્યા.
માતા સત્યવતી વિગેરે રડતા હતા, તેમને યુધિષ્ઠિરે પ્રણામ કરીને વિદાય કર્યા, નગરજનેને પાછા વળવા માટે જણાવ્યું. પરંતુ તે લોકોએ કહ્યું કે જ્યાં આપના ચરણકમલ હશે ત્યાં જ અમારૂં નગર છે. તેમના આગ્રહથી યુધિષ્ઠિરે પિતાની સાથે આવવાની અનુમતિ આપી, ત્યાર બાદ વિદુરજીની પાસે આવીને કહ્યું કે પુત્રવિયેગમાં દુઃખ અનુભવતા માતાપિતાને સાથે લઈને જાઉં કે મૂકીને જાઉં? હું આ વિષેને નિશ્ચય કરી શકતો નથી. માટે આપ આપને વિચાર જણાવશો, વિદુરજીએ કહ્યું કે દુર્યોધન ખૂબ જ શ્રેષી છે. તમે આખા કુટુંબને સાથે લઈને જવાને વિચાર કરતા જ નહીં. માટે પાંડુરાજા તટસ્થ ભાવે અહીં રહે, વળી કુન્તી તમારા વિના રહી શકશે નહીં. તેથી તેને સાથે લઈ જાવ, વિદુરજીના વિચાર અનુસાર યુધિષ્ઠિરે પાંડુરાજાને વિદુરજીની સાથે મોકલ્યા, તે વખતે કુંતીના અંતરમાં હર્ષ અને વિષાદ બંને પરાકાષ્ઠાએ હતા. વિદુરજીએ યુધિષ્ઠિરને ઉપદેશ તથા આશીર્વાદ આપી, કુંતીને પ્રણામ કરી, રાજા પાંડુની સાથે નગર તરફ પ્રસ્થાન કર્યું.