________________
[ ર૬
સર્ગ : ૯ ] . તેના વચનો વિદ્યાધરોને ઝેરની સમાન અને દુર્યોધનને અમૃત સમાન લાગ્યા. ત્યારબાદ બંને સેનાઓનું ભયંકર યુદ્ધ થયું. અને જ્યારે દુર્યોધનને જે ત્યારે તે ખુબ જ લજજાળું બની ગયે, તે પોતાના ભાગ્યની પાસે મૃત્યુની માંગણી કરવા લાગ્યો. દુર્યોધન જ્યારે મનમાં મૃત્યુની માંગણી કરતો હતો ત્યારે વિદ્યારે અર્જુનને જે. યુદ્ધને રોકી દુર્યોધનની સામે તે વિદ્યાધર અર્જુનના પગે પડે. અને તેને આલિંગન કર્યું. નીચે આસન ઉપર બેઠેલા તે વિદ્યાધરને દુર્યોધનની સામે અને જોરથી પૂછ્યું કે ચિત્રાંગદ! આ શું વાત છે ?
કુમાર! આપની વિદાય લઈને જ્યારે હું મારા નગરમાં જતો હતો ત્યારે રસ્તામાં નારદજી મળ્યા. તેમને મેં પ્રણામ કર્યા. તેઓએ મને પૂછ્યું, કે ચિત્રાંગદ! આજે ઘણા દિવસ પછી મળે. અને મને મળવાને માટે તારૂ મન આટલું ઉત્કંઠ કેમ છે? મેં તેમને કહ્યું કે ભગવાન ! આદિનાથ પ્રભુની પૂજા કરવાના માટે હું ઈન્દ્રકીલપર્વત ઉપર ગયો હતો ત્યાં કિરાતવિજયથી ફેલાએલી અર્જુનની ગુણગાથાઓને સાંભળી તેમના દર્શન કરવાને માટે રથનુપુર નગરમાં ગમે ત્યાં તેમને જોઈ મારા ભાઈઓને ભુલી ગયે. તેઓએ મને ધનુર્વિદ્યા શીખવાડી, એ પ્રમાણે સેંકડો વિદ્યાધર તેમના શિષ્ય બની ગયા. તેમના શિષ્યમાં મારા ઉપર તેમને અધિક પ્રેમ હતે. હમણાં તેઓ પોતાના ભાઈઓને મળવા ગયા