________________
સર્ચ ક ].
[ રપ યુધિષ્ઠિર વિગેરે પાંડવેને વધામણી આપી, બધા આનંદ મનાવવા લાગ્યા, રાજાએ યુધિષ્ઠિરને કહ્યું કે જ્યારથી આપ આ નગરમાં આવ્યા છે, ત્યારથી નાગરિકોને અસ્પૃદય થયો છે. આપે બકરાક્ષસનો વધ કરી, નગરજનને અભયદાન આપ્યું છે. ત્યારે યુધિષ્ઠિરે ભીમને બતાવ્યો, અને કહ્યું કે આ મારા નાનભાઈ બકરાક્ષસને વિનાશકારી છે. તમામ નાગરિકોની નજર ભીમ ઉપર પડી, જ્યારે લોકોએ ભીમને પૂછયું કે કેવી રીતે રાક્ષસની સાથે લડાઈ થઈ, તે વખતે પ્રત્યુત્તર નહીં આપતાં ભીમે મૌન ધારણ કર્યું. મહાન આત્માઓ પિતાની પ્રશંસા કદાપિ પોતે કરતા નથી. એટલામાં આકાશથી એક યુવાન અને એક વૃદ્ધ એમ બે પુરૂષે ઉતરી યુધિષ્ઠિરની પાસે આવ્યા.
વૃદ્ધ વિસ્મિત થઈને યુધિષ્ઠિરને કહ્યું કે હું બકરાક્ષસને દબુદ્ધિ નામને મહામંત્રી છું. અને આ મહાબલ નામે તેમને પુત્ર છે. હમણાં તે લંકામાં હતું, ત્યાંથી આવીને તેણે પૂછયું કે મારા પિતાને કોણે માર્યા? મેં કહ્યું કે એક વિશાલકાય મનુષ્યરૂપમાં આવ્યું હતું, વધશિલામાં તેને જોઈ સ્વામિ પર્વત ઉપર લાવ્યા હતા, સૂર્યહાસ તલવાર ખેંચીને બકરાક્ષસ તેને કાપવા જાય છે, ત્યાં તો તે ઊઠ, બંનેનું ભયંકર યુદ્ધ થયું. કેણ હારશે કે જીતશે તેને નિશ્ચય થઈ શકે તેમ નહોતે, પરંતુ છેવટે તે બળવાન મનુષ્ય સ્વામિને મૂર્શિત કર્યા,
૧૫