________________
સર્ગ : મો પાંડવે તવનમાં અનેક પ્રકારે ધર્મારાધન દ્વારા પુપાર્જન કરી રહ્યા હતા, એક દિવસ દુર્યોધનની
સ્ત્રી ભાનુમતી ત્યાં આવી પહોંચી, દૂરથી જોઈ દ્રૌપદી તેણીને લેવા માટે ગઈ, અત્યંત દુઃખી હાલતમાં આવેલી ભાનુમતીએ કુંતી અને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા, ભીમ વિગેરેની સાથે ઉચિત વહેવાર કર્યો, દ્રૌપદીએ બેસવા માટે આસન આપ્યું. આસન ઉપર બેસીને ભાનુમતી રાજાની સામે પોતાની સાડીના પાલવને બે હાથે પકડીને ઓળો ધરી, મુખ નીચુ કરીને બેઠી, તેણી બોલવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ નયને ઉપર આંસુએના તોરણ બંધાતા હતા, ગળુ રંધાતું હતું, તેથી તે બોલી શકતી નહોતી, સતત રડવાથી મુક્તામણિ કણઆની જેમ અશ્રુબિંદુઓથી ખેળો ભરાઈ ગયું હતું, યુધિષ્ઠિરે પૂછ્યું વત્સ! તારી ઉપર શું દુઃખ આવી પડયું છે? તેણે જોરથી રડવા લાગી, જ્યારે કુંતીએ તેણીને ખૂબ જ આશ્વાસન આપ્યું, ત્યારે તે ધીરે ધીરે શાંત થઈ દ્રૌપદીએ વલ્કલથી તેણીના આંસુ લુછી નાખ્યા,