________________
૨૫૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય યુધિષ્ઠિરે કહ્યું કે વત્સ! મારી સામે ખોળે કેમ પાથર્યો છે, ત્યારે તેણીએ કહ્યું કે--
દેવ! તમારી પાસે મારા પતિની ભીક્ષા માગવા માટે મેં ખોળો પાથર્યો છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે દુર્યોધન ઉપર વિપત્તિ આવી છે કે શું? ત્યારે તેણીએ કહ્યું કે દેવ ! ગોકુળોને જોવા માટે આપના ભાઈ દ્વતવનની ભૂમિમાં આવ્યા હતા, તેમણે રહેવા માટે સ્થાન મેળવવા લોકોને કહ્યું ત્યારે લોકોએ કહ્યું કે દેવ ! નંદનવન સમાન આ સુંદર વન છે, તેની અંદર દેવભવન સમાન મહેલ પણ છે. પરંતુ ત્યાંના રક્ષકે કેઈને પ્રવેશ કરવા દેતા નથી, ત્યારે આપના ભાઈએ કહ્યું કે જે કઈ રોકે તેને મારી નાખો, ત્યારે સૈનિકોએ તે વનરક્ષકને પકડી તે ભૂમિ ઉપર અધિકાર જમાવી તમારા ભાઈ તે મહેલમાં રહેવા લાગ્યા, તે મહેલની આજુબાજુમાં કહ્યું, દુઃશાસન વિગેરે ચંદ્રની ફરતા જેમ ગ્રહે રહે છે તેમ રહેવા લાગ્યા.
ત્યારબાદ નંદનવનમાં ઈન્દ્રની સમાન વૃક્ષની શ્રેણીઓથી મનરમ્ય તે વનમાં આપના ભાઈ સ્વેચ્છાએ વિહાર કરવા લાગ્યા, કમલિની વનને હાથી જેવી રીતે
ખેદાનમેદાન કરી નાખે છે તેવી રીતે તે સનિકે પણ - કવચ, કવચ' તરકસ, તરકસ,ધનુષ્ય, ધનુષ્ય બોલવા લાગ્યા, હાથી ઘોડા ઉપર સ્વાર થઈને વિદ્યાધરની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા, તેઓએ વિદ્યાધરને પડકાર કરી, તેઓની ઉપર અને મારો ચલાવ્યું, જ્યારે વિદ્યાએ