________________
૨૩૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
પાંડવા દુ:ખી થશે. શત્રુની સ`પત્તિ જોઇને દુઃખમાં પડેલા સ્વમાની આત્માએ મૃત્યુની ઈચ્છા રાખે છે. ત્યાં જવાથી આપની સપત્તિને જોઈ ક્રોધાયમાન બનીને યુધિષ્ઠિરની આજ્ઞાનું ઉલ્લઘન કરી ભીમ અને અર્જુન શસ્ત્રોને ધારણ કરશે તેા આ પૃથ્વી પાંડવરહિત બની જવાની જ છે કારણ કે તમારી ચતુરંગી સેનાને કાણુ, રોકી શકે તેમ છે ? શકુનીના આ વિચારને ક તથા દુઃશાસને અનુમેદન આપ્યું. શકુનીની વાત માનીને દુષ્ટાત્મા દુર્યોધન સેના સહિત અહિં આપની પાસે આવશે. “ તમે બધા ખુબજ સાવચેત બનીને રહેજો” આ સંદેશો લઈ ને હું અહી આવ્યે છું. જ્યારે મેં વિદુરજીને પૂછ્યું કે પાંડવા કયાં હશે તે તેમણે મને મ્યું કે એકાકા નગરીથી આવેલા ગુપ્તચરો દ્વારા જાણવામાં આવ્યું છે કે અક રાક્ષસને મારી ત્યાંના નાગરિકાને અભયદાન આપી પાંડવેા દ્વૈતવનમાં ગયા છે. તે તાએ જ્યારે પાંડવાની પ્રશંસા કરી ત્યારે દુર્યોધનનુ મુખ અત્યંત શ્યામ ખની ગયું હતું. અને તે ગુપ્તચાની સાથે સાથે સભાનું વિસર્જન કર્યું. જ્યારે મનુષ્યના મનમાં દુઃખ ઉત્પન્ન થાય છે ત્યારે તેને કાંઇ જ ગમતું નથી માટે તુ દ્વૈતવનમાં જા. આ પ્રમાણે વિદુરજીના કહેવાથી એકચક્રાનગરી થઈને અહિ આવ્યા છું. ત્યારબાદ આનંદ પામતા ભીમે પ્રિયંવદને પૂછ્યું કે દુર્યોધન કેવી રીતે રાજ્યનું પાલન કરે છે ભીષ્મ દ્રોણુ વિગેરે સ્નેહથી દુર્યોધનનુ અનુકરણ કરે