________________
સ : ૮મે
[ ૨૩૭
નોને અનુષાદન આપ્યું. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે તમારી વાતા ક્ષત્રિયાચિત જરૂર છે. તે પણ મારા કહેવાથી. ઘેાડાક વર્ષો સુધી શત્રુ ગમે તેટલા અપરાધ કરે છતાં તમે લેાકેા તેને ક્ષમા આપો. વનવાસનો સમય પૂર્ણ થતાંની સાથે જ મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ ચાર સમુદ્રની સમાન મારા ચાર ભાઈ આને કાણુ રાકી. શકશે. તે વખતે યુદ્ધમાં ભીમ ખાડુંમળ વડે દુઃશાસન સહિત દુર્યોધન, દ્રૌપદીના માથાના વાળ ખેં'ચવાનુ` મુલ્ય ચુકવશે. માટે આપણે બધા તાત્કાલીક આ સ્થાનને છેડી સ્વર્ગ સમાન અનેક પ્રકારના ફળાની સુગંધિથી સુવાસિત ગધમાદન પર્યંત ઉપર જઈએ. ભીમ વિગેરેએ યુધિ ષ્ઠિરની આજ્ઞા માની લીધી અને માતા-ભાઈ દ્રૌપદીની સાથે યુધિષ્ઠિર ચૂંથાધિપ હસ્તિની જેમ ચાલ્યા. અનેક તીર્થોની યાત્રા કરતા, ચારણ મુનિઓને નમસ્કાર કરતા,. નાના પ્રકારના આશ્ચર્ધાને જોતા પૂર્વોત્તર દિશાએ ચાલ્યા, અનુક્રમે નદી પતવાળી ભૂમિને ઓળંગતા તે બધા ગંધમાદન પર્વત ઉપર આવ્યા. અનેક પ્રકારના સુંદર ફળેાથી શે।ભતા અનેક ઝરણાથી ગુજારવ કરતા તે પત ઉપર પાંડવાએ સ્થિર થવાનો વિચાર કર્યાં. બધી જ ઋતુએમાં મનોહર લાગતી. ત્યાંની વનરાજી જોઈ ને પાંડવા શત્રુઓના પરાભવને પણ ભૂલી ગયા. ધાર્મિક ક્રિયાઓમાં દિનરાત લયલીન અનેલા કુંતી પણ હસ્તિનાપુરના સામ્રાજ્યને પણ ભૂલી ગયા.