________________
સર્ગઃ ૮ ]
| [ ર૪૯જોઈને અર્જુને કહ્યું કે આજ્ઞા આપે તે વિદ્યાઓને ઉપયોગ કરૂં. યુધિષ્ઠિરે કહ્યું કે સામાન્ય કાર્ય માટે વિદ્યાઓનો ઉપયોગ કરે તે ઉચિત નથી. યુધિષ્ઠિરે હિડંબાનું સ્મરણ કર્યું. એટલામાં યુધિષ્ઠિરે સહકુટુંબ સાથે ભીમને જે. યુધિષ્ઠિરે બાળક સહિત આવેલી હિડંબાને પૂછયું કે વત્સ! ભીમની આકૃતિવાળે આ બાળક કોણ છે? તેણીએ કહ્યું કે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે એકાકા નગરીથી આપની આજ્ઞા અનુસાર હું વનમાં ગઈ હતી. ઘેર ગયા બાદ પુત્રને જન્મ થયે. જન્મ પછી તિષિઓએ કહ્યું કે આ બાળક તેના પિતાના શત્રુઓને ઉછેદ કરશે. સંબંધીઓએ તેનું નામ ઘટોત્કરી રાખ્યું છે. ઘેડી કલાઓ શીખે છે. બાકીની કલાઓ હવે શીખશે. પાંડવોએ પ્રેમથી તે બાળકને આલિંગન કર્યું. ત્યારબાદ તેણીએ કુંતીન્દ્રૌપદીની સાથે સ્નેહપૂર્વક વાતો કરી. ત્યારબાદ વિલક્ષણ કમળવાળા સરોવરને જોઈ યુધિષ્ઠિરે હિડંબાને પોતાના સ્થાનમાં જવા માટે કહ્યું.
ભીમે સરોવરમાં પ્રવેશ કર્યો, તેમાંથી કમળના ફુલે લઈને દ્રૌપદીને આપ્યા. કુલની પ્રાપ્તિથી દ્રૌપદીને આનંદ થયે. પણ જમણી આંખના ફરકવાથી તેનું મન ખૂબ જ દુઃખી થયું. યુધિષ્ઠિર પુનાગવૃક્ષની નીચે માતાની સેવા કરતા હતા. બીજા ત્રણ ભાઈઓ વનરાજી જતા હતા. ભીમ સરવમાંથી કમળે લાવીને કિનારે ઊભેલી દ્રૌપદીને