________________
૫૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય આપતું હતું અને દ્રૌપદી લેતી હતી. ભીમ તરતાં તરતાં સરોવરની વચમાં પહોંચી ગયા અને ડુબકી મારીને સંતાઈ ગયા, ભીમ તો પાણીમાં ઘણા સમય સુધી ડુબકી મારીને પડી રહેતો હતો. પણ અત્યારે અધિક સમય થવાથી પાંડ ઉદાસીન બન્યા, એટલામાં દ્રૌપદી રવા લાગી. કુંતીએ જોરથી કહ્યું અન! અર્જુન ! કેઈગ્રાહે (ગુંડે) ભીમને પકડયો છે. કુંતીના વચન સાંભળી અને પાણીમાં ડુબકી મારી, તે પણ ડુબી ગયો. એ પ્રમાણે નકુલ અને સહદેવ પણ ડુબી ગયાં. હાય ! વિધાતાએ આ શું કર્યું. આ પ્રમાણે ચિંતા કરતા યુધિષ્ઠિર કુંતીની સાથે દ્રૌપદીની પાસે આવ્યા. યુધિષ્ઠિરે કહ્યું કે માતાજી! મારા ભાઈ એ એકાએક કેમ ડુબી ગયા છે? મારા ભાઈ એ તો સમુદ્રને તરી જવાવાળા હતા. મને એમ લાગે છે કે કોઈ શત્રુએ તેમને રોકી રાખ્યા છે માટે હું જાઉં છું અને શત્રુઓની પાસેથી મારા ભાઈઓને છોડાવી લાવું છું. કુંતીએ પણ કહ્યું કે વત્સ! તમે જઈને ભાઈઓને છોડાવી લાવે. અમારી પાસે પંચપરમેષ્ઠિનું સાધન છે, તમે અમારી ચિંતા કરશે નહિ. વત્સ! પરમેષ્ઠિ નમસ્કાર કરીને જાઓ અને વિજયી બનીને ભાઈઓની સાથે અહિંઆ સુખરૂપ પાછા આવે.
જ્યાં સુધી સૂર્યાસ્ત નહિ થાય ત્યાં સુધી તારા વિના અમે જીવતા રહી શકીશુ.
છે.
ત્યારબાદ પંચ પરમેષ્ઠિનું
સ્મરણ કરીને યુધિ