________________
૨૩૬]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય દુર્યોધનની પ્રપ્તતાથી અતિશય ફોધાયમાન બનીને સ્ત્રીમર્યાદાને છેડી દ્રૌપદી બોલી. કપટથી રાજ્યલક્રમને જીતી લઈ, વનવાસ મેકલ્યા, તે પણ શત્રુ સંતોષ પામતો નથી, વનમાં પણ અમને મારવા તૈયાર થયે છે દેવી ! કુંતી ! તમારે આવી વાત કરવી નહિ જોઈએ.
અરે ! પાંડુરાજાના આ પુત્રે કેવા વીર છે કે જેમના સામે પોતાની સ્ત્રીના માથાના વાળ પકડીને ખેંચવામાં આવે છે. આર્યપુત્ર ! તમે તે ઠીક જ ધર્મ પુત્ર છે એટલે જ શત્રુદ્વારા તિરસ્કાર થવા છતાં આપ ક્ષમાવંત છે. ધન્ય છે આપની ક્ષમાને? કુરુવંશી હોવા છતાં પણ શત્રુને પરાભવ આ પ્રકારે સહન કરી શકે છે તે પછી માણસાઈ નિમૅલ બનીને કયાં જશે. તમને વનમાં દુઃખનો અનુભવ થતો નથી એટલે આપના ભાઈઓને થતા દુઃખથી આપના મનમાં જરા પણ દુઃખ નથી? રેશમી વસ્ત્રોને ધારણ કરવાવાળા ભાઈઓ આજે વલ્કલ વસ્ત્ર ધારણ કરીને ફરે છે. તે પણ આપને લજજા નથી આવતી ? હાથી ઉપર બેસીને ફરવાવાળા "ભાઈએ આજે પગપાળા ચાલે છે તે જોઈને આપને દુઃખ નથી થતું? વનમાં દુઃખને સહન કરતાં કુંતા–માતાને જોઈ તમને કોઈ નથી આવતો? પ્રતિજ્ઞા ભંગની બીકથી આપ લડવાની ઈચ્છા ન રાખતા હે તે અહિં આવતા શત્રુને મારવા માટે ભીમ તથા અર્જુનને આપ આજ્ઞા આપે, ભીમ અને અર્જુને પણ દ્રૌપદીના વચને