________________
ર૩૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય એક દિવસ અને યુધિષ્ઠિરને કહ્યું કે અહીં -નજદીકમાં જ ઇંદ્રકીલપર્વત છે. જ્યાં શચિની સાથે ઈંદ્ર -દરરોજ કીડા કરે છે, એટલે જ તે પહાડનું નામ ઇંદ્રકિલ પડ્યું છે. વળી ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિઓથી તે પહાડ શીતળતા અને ગરમી પ્રાપ્ત કરે છે. તે પહાડની ગુફામાં જઈને હું પૂર્વારાધિત વિદ્યાઓનું પુનરાવર્તન કરૂં. યુધિષ્ઠિરના આદેશથી અર્જુન જ્યારે બધાને પ્રણામ કરી જવા લાગે ત્યારે યુધિષ્ઠિરને પાંડુરાજાએ આપેલી વીંટી અર્જુનની આંગળીમાં યુધિષ્ઠિરે પહેરાવી. અને ત્યાં જઈને મણિમય એક જિનમંદિરને જોયું. તે મંદિરના જમણા ભાગમાં ચંદ્રકાંત મણિમય પગથીઆવાળી, કમળથી સુશોભિત એક વાવ જોઈ. તેમાં સ્નાન કરી વિકસિત કમળના ફુલે લઈને મંદિરમાં જઈ આદિ જિનેશ્વરની પૂજા કરી, અનેક પ્રકારના સ્તોત્ર વડે સ્તુતિ કરી. અને અઠમતપની આરાધના કરી. તીર્થસ્થળમાં કરેલે તપ ઈષ્ટફળની સિદ્ધિ આપે છે. - તે મંદિરની નજીકમાં પવિત્ર ભૂમિ ઉપર બેસીને અને પિતાની વિદ્યાઓની આવૃત્તિ કરી. અર્જુનની સામે દેવતાઓ પ્રગટ થયા. અને કાર્યનો આદેશ માગે. તે વારે અને કહ્યું કે જ્યારે હું આપનું સ્મરણ કરૂં ત્યારે આપ પ્રગટ થજે. શત્રુઓનો વિનાશ કરવા માટે હું તમારું જરૂર સ્મરણ કરીશ. આ પ્રમાણે કહી અને તે દેવતાઓનો સત્કાર કરીને વિદાય કર્યા.