________________
ર૪૬]
[[ પાંડવ ચરિત્ર મ્હાકાવ્ય હાથ જોડીને કહ્યું કે તમારા ઉપકારનું વર્ણન હું કરી શકું તેમ નથી. પરંતુ એટલું તે જરૂર કહું છું કે આ મારું રાજ્ય અને મારા પ્રાણ આપના ચરણમાં છે. આપ થનુપુર પધારે. ત્યાંના પ્રજાજનોને ખૂબ જ આનંદ થશે. અને સિદ્ધફૂટ જવાની ઈચ્છા જણાવી. ત્યાંથી તેઓ સિદ્ધફૂટ આવ્યા. ત્યાં શાશ્વતત થકરભગવાન વર્ધમાન સ્વામીને વંદના કરી, સ્નાન કરીને પૂજા કરી. અર્જુન અત્યંત હર્ષિત થયે. ત્યારબાદ તેઓ સુંદર સુશોભિત બનાવેલ રથનુપુર નગરમાં આવ્યા. મહેલમાં પ્રવેશ કરતી વખતે ઈન્દ્રાણીએ પ્રવેશમંગળ આચાર કર્યો. ઈન્દ્ર અર્જુનને સિંહાસન ઉપર બેસાડી સંગીતનૃત્ય વિગેરેના કાર્યક્રમ બધા સાંભળવા તથા જેવા લાગ્યા. ઈદ્ર અર્જુનને ખેચરભ્રો, કિરિટ તથા કવચ આપી પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. ઈન્દ્ર ઘોષણા કરાવી કે અર્જુન મારો સહુથી મોટો પુત્ર છે. અર્જુનને પિતાના નગરમાં રહી રાજ્યલક્ષ્મીના ઉપભેગને માટે ઈન્ડે કહ્યું, અને આજ્ઞા માનીને ઈન્દ્રના પુત્રોની સાથે આનંદપૂર્વક નગરમાં વિહરવા લાગે.
નગરની સ્ત્રીઓ અર્જુનના પ્રત્યે અત્યંત કામાતુર બની. પરંતુ સ્વદારા સંતોષવ્રતને અનુસરનાર અને તેમના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. એકદા ચિત્રાંગદ, વિચિત્રવીર્ય, ચિત્રસેન વિગેરે વિદ્યાધરે અર્જુનને જેવા માટે ત્યાં આવ્યા. અને તે લોકોને ધનુર્વેદ વિગેરેનું