________________
૧ બાણ લેવા
અજુન
એક શિકી
સર્ગઃ ૮મે ]
[૨૩૯ છે તે દેવતાઓના ગયા બાદ પર્વતની શેભાને જોવાની ઈચ્છાથી ફરતા ફરતા અને બાણથી વિંધાએલા એક ભૂંડને પિતાની તરફ આવતો જોયો. આ કુર જનાવર મને મારવાની ઈચ્છાથી આવી રહ્યું છે એ પ્રમાણે વિચાર કરીને અને તેની ઉપર બાણ છોડયું. બાણ લેવા માટે જ્યારે ભૂંડની પાસે અજુન આવ્યું ત્યારે દૂરથી આવતા એક શિકારીને જે. હાથમાં ધનુષ્યબાણ સહિત તે શિકારી ભૂંડની પાસે આવ્યો. તેની સામે અને જ્યારે સુવર્ણ પંછવાળું પિતાનું બાણ લેવા માંડયું ત્યારે તે શિકારીએ કહ્યું કે હે સૌમ્ય ? આપની પ્રતિભા તે રાજવંશી છે તો પછી આપ મારું બાણ કેમ ચેરી રહ્યા છે ? સજજન માણસે પ્રાણના ભોગે પણ આવું ચોરીનું કાર્ય કરતા નથી. ભીખ માંગવી સારી છે પણ ચોરીની લક્ષ્મી અતિ ખરાબ વસ્તુ છે તો પછી આપ મારા બાણની ચોરી શા માટે કરે છે ? કુરૂવંશરૂપી ચંદ્રમાં સમાન આપને મારવા માટે આવતા ભૂંડરૂપી રાહને મેં બુધની માફક રેકેલ છે. તો પ્રત્યુપકારમાં આપ આ શું કરી રહ્યા છે ? મેં તે આપની સાથે મિત્રતાની આશા રાખીને આ ભૂંડને મેં માર્યો હતો પણ મિત્રતાની વાત તે દૂર રહી પરંતુ આપ તો મારા શત્રુ બની ગયા છે. આપના જેવા મહાન આત્માઓ ઉન્માર્ગનો સ્વિકાર કરશે તે ન્યાયમાર્ગે કોણ ચાલશે ? તે પણ આપને બાણ લેવાની ઈચ્છા છે તે મારા જીવતા આપની ઈચ્છા પૂર્ણ થશે નહિ.