________________
સ ઃ ૮મે]
[
છે! પ્રિયંવદે કહ્યુ કે દુર્યોધન રાજા થયા ખાદ કુર્ દેશમાં ચારી અનીતિનું નામ નિશાન નથી. તમામ પ્રકારની સ`પત્તિઓથી કુરૂદેશ ભરપુર છે. દુર્યોધનને ધર્મ, અર્થ, કામ પરસ્પર બાધક બનતા નથી. આપના મૃત્યુના સમાચારથી નિરાશ અનેલા ભીષ્મ વિગેરેને દુર્યોધને એકદમ પેાતાના વશવિત બનાવી લીધા છે. વળી તેણે દાન વિનયથી તે લેાકેાને એટલેા સતાષ આપ્યા છે કે તે લેાકેા પાતાના પ્રાણના ભાગે પણ દુર્યોધનનું હિત કરવા તૈયાર છે. દુર્યોધન પેાતાને છ ખ’ડના સ્વામી માને છે તે પણ તમારા ભય તેને સતાવે છે. વાતચીતના પ્રસંગમાં કોઈપણ પ્રકારે ભીમ અર્જુનનું નામ સાંભળવામાં' આવે છે તે તરત જ બીકના માર્યાં નિસાસા નાખે છે. સ્વપ્નમાં ભીમ અર્જુનને જોઈ ગભરાઈ ઉઠે છે અને ભાનુમતી પણ ગભરાઈ ઉઠે છે.
પ્રિયવદના વચને સાંભળી યુધિષ્ઠિરે તેને કહ્યું કે તું મારા શબ્દો અનુસાર પિતાજી ત્યા કાકા વિદુરજીને કહેજે કે તમારી આજ્ઞાનું અમે સંપૂર્ણ પાલન કરીએ. છીએ. વળી આપ સર્વેને અમે ભક્તિપૂર્વક પ્રણામ કરીએ છીએ. આપના આશીર્વાદથી અમારા શત્રુએ હજી. સુધી પોતાની દુષ્ટતામાં સફળ બન્યા નથી. આપ સ્નેહવશાત્ કાઇપણુ પ્રકારની શંકા કરતા નહી. આ પ્રમાણે, કહીને કળાથી સત્કાર કરી યુધિષ્ઠિરે પ્રિયંવદને વિદાય કર્યાં.