________________
૨૦૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય પ્રભુભક્તિ કરી, કુન્તી અને શ્રીકૃષ્ણ સુંદર સ્તોત્રોથી ઘણીવાર સુધી પ્રભુની સ્તુતિ કરી, મહેલમાં આવી, લોકેની સાથે ભજન કર્યું. ત્યાં જિન પ્રભાવનાથી પાપને દૂર કરતા તે લેકેએ આનંદથી ઘણા દિવસો પસાર કર્યા.
એક દિવસ કૃષ્ણની પાસે બેઠેલા યુધિષ્ઠિરને દુર્યોધનના પુરોહિત પુરાચને આવી કહ્યું કે દુર્યોધન મારા મુખ દ્વારા આદરપૂર્વક વિનંતિ કરાવે છે કે આર્ય! આપ આર્યોમાં શ્રેષ્ઠ છે, હું અનાર્યોમાં શિરોમણી છું; આપ સજજનેના મુગટમણિ છે, હું દુર્જનમાં અગ્રગણ્ય છું; આપ સુબુદ્ધિ છે, હું દુબુદ્ધિ છું; આપ કૃતજ્ઞ છે, હું કૃતન છું; માટે જુગારમાં જે ઉચિત અનુચિત વાતો થઈ છે, તેને આપ ક્ષમા કરે, આપ હસ્તિનાપુર પાછા પધારો, હું આપની આજ્ઞાને સ્વીકાર કરું છું; વળી વચન ભંગની બીકથી હસ્તિનાપુર આવવાની આપની ઈચ્છા ન હોય તો આપ બધા વારણાવતમાં સુખપૂર્વક રહે, હું આપને આજ્ઞાધારી બનીને રહીશ. - આ પ્રમાણે પુરોચનના વચને સાંભળીને શ્રી કૃષ્ણ અનુમતિ આપી, યુધિષ્ઠિરે કહ્યું કે દુર્યોધનનું કહ્યું હું માનું છું ત્યારબાદ પુરોચનની સાથે કૃષ્ણ સહિત બધા જે જનસમુદાયે વાહનમાં બેસી વારણાવતમાં પ્રવેશ કર્યો, સુંદર મહેલમાં રહેવા લાગ્યા, દુર્યોધન અનેક પ્રકારની વસ્તુઓ મોકલી તેઓ બધાને આનંદપૂર્વક