________________
સર્ગ કે ઉમે
[૨૦૬ રાખવા લાગે, પાંડવે પણ વારંણાવતમાં સુખ પૂર્વક રહેવા લાગ્યા, કે જેથી પિતે પિતાના ઘરને પણ ભૂલી ગયા, કુન્તીએ ગરીબોને દાન આપવાની શરૂઆત કરી, દ્રૌપદી પતિને સુખી જોઈ આનંદમાં રહેતી હતી, પાંડને સુખી જોઈ કૃષ્ણ પણ દ્વારકા ગયા, માતાને મલવાની ભાવનાવાળી, સુભદ્રાને અભિમન્યુની સાથે અને દ્વારકા મોકલાવી આપી, યુધિષ્ઠિરે નાગરિકોને હસ્તિનાપુર મોકલી દીધા.
એક દિવસ વિદુરજીએ મોકલાવેલ “પ્રિયંવદ, નામને દૂત આવ્ય, તેણે ભીમ અર્જુન સહિત રાજાને એકાન્તમાં કહ્યું કે રાજન ! વિદુરજીએ કહેવડાવ્યું છે કે અહીં આવ્યા બાદ હું અને ધૃતરાષ્ટ્ર સાથે રહીએ છીએ, પુરોચન દ્વારા જાણવા મળ્યું કે પાંડવોના જીવતા હું રાજ્ય નહીં કરી શકું, માટે શણ વિગેરે જલીથી સળગી જાય તેવી વસ્તુઓને તેણે મહેલ તૈયાર કરાવ્યું છે. તેમાં આદરપૂર્વક પાંડવોને રાખવાના છે, અને કૃષ્ણ ચતુર્દશીએ તે મહેલને આગ લગાડી પાંડને મારી નાખવા, આ પ્રમાણે દુર્યોધને વિચાર કરે છે. માટે દરેક કૃષ્ણ ચૌદશના તમે બધા સાવધ રહેજો.
પ્રિયંવદરના વચન સાંભળી કોધિત ભાઈઓની સાથે યુધિષ્ઠિરે મહેલની તપાસ કરી, દુર્યોધનના કપટની ખબર પડી, માતા–ભાઈઓ તથા દ્રૌપદીની સલાહ લીધી, ભીમે કહ્યું કે હવે વિલંબ કરવાની જરૂરિયાત નથી,