________________
સર્ગ ભો]
[૨૧૯ નથી, આપની કોઈ વાત સાંભળવા તૈયાર નથી, ઇંદ્ર-- નીલમણિને ભાંગી નાખી, કાચનું રક્ષણ કોણ કરે? લાખે વૃક્ષમાં કલ્પવૃક્ષ જવલ્લે જ મળે છે. તેમ મારા જેવા લાખું માનવીઓમાં આપના જેવા વીર, સત્વશાળી પણ કઈક જ હોય છે, મારા મૃત્યુથી પાંચ જણ દુઃખી થશે ત્યારે આપના મૃત્યુથી પૃથ્વી દુઃખિત થશે, આપની ભૂજાઓ જોઈ મને કેવળીભગવંતની વાત યાદ આવે છે.
એકવખત આ નગરમાં કેવળી ભગવંત પધાર્યા હતા, નગરના લેકે વંદન કરવા ગયા, તેમની ધર્મમયી દેશનાનું શ્રવણ કરી નાગરિકોએ પ્રશ્ન પૂછે કે ભગવન ! આ. નગરમાંથી રાક્ષસને ઉપદ્રવ કયારે દૂર થશે ? મુનીશ્વરે. કહ્યું કે જુગારમાં હારેલા પાંડવો વનવાસમાં ફરતા ફરતા
જ્યારે અહીં આવશે ત્યારે આ ઉપદ્રવ શાંત થશે, આ પ્રમાણે કહીને કેવળી ભગવંત વિહાર કરી ગયા.
' જેમ ચંદ્રમાના ઉદયથી ઉદધિ ઉછાળા મારે છે. તેમ કેવળી ભગવંતના વચનથી નાગરિકોને હદયે-- મંગ ઉછળવા લાગ્યું, “પાંડવ, પાંડવ” શબ્દ લેકે માં અતિપ્રિય થઈ પડયો, તે પછી પાંડના મુખદર્શનની વાત જ કંયાં? પાંડવો આ નગરમાં આવે એટલા માટે: લાખે માનતાઓ લોકોએ માની છે. ઉપહાર લઈને લેકે હસ્તિનાપુરના રસ્તે ગયા હતા, પરંતુ તે રસ્તેથી આવતા એક મુસાફરે કહ્યું કે દુર્યોધનની પ્રેરણાથી