________________
સર્ગઃ ૭મે ]
[૨૦૭ ભીમ આ પ્રમાણે ચિંતવન કરે છે, એટલામાં જેરજોરથી વિલાપ કરતી ભયંકર આકારવાળી પીળી આંખવાળી એક યુવતીને આવતી જોઈ, જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ તે યુવતીએ પિતાનું સુંદર સ્વરૂપ બતાવ્યું. નજીક આવી ત્યારે ભીમે પૂછયું કે તું કોણ છે? તેણીએ કહ્યું કે હે સુભગ ! એક હિડંબ નામને રાક્ષસ છે. જેના નામ ઉપરથી આ જંગલનું નામ હિડંબવન પડેલું છે. આ રસ્તેથી મનુષ્ય જઈ શકતો નથી, કદારા જે કેઈપણ માણસ આ રસ્તેથી જવા માટે તૈયાર થાય તે રાક્ષસ તેને મારી નાખી ખાઈ જાય છે. હું તે રાક્ષસની બહેન હિડંબા છું. અવિવાહિતા છું. ભાઇના ઘરમાં રહું છું. કુલકમથી આવેલી તમામ વિદ્યાઓ જાણું છું; હમણું મારા ભાઈએ મને કહ્યું છે કે બહેન! કયાંકથી મનુષ્યના માંસની ગંધ આવે છે. તો તું જઈને તપાસ કર, અહીં આવી મેં તે લોકોને સૂતેલા જોયા, વળી કામદેવ જેવા આપને પણ જોયા, આપને જોઈ હું કામદેવથી પીડાઈ ગઈ છું. તમને જોઈ મારા ભાઈના આદેશને ભૂલી ગઈ છું. મારી આપને પ્રાર્થના છે કે રાક્ષસના આવતા પહેલાં તમે મારી સાથે લગ્ન કરી, મને આપની સહચરી બનાવે.
ભીમ બેભે હે ભદ્રે ! તારા જેવી સ્ત્રી પુદયથી જ પ્રાપ્ત થાય છે પરંતુ તું જુએ છે કે મારા ચારે ભાઈએ સૂઈ રહ્યા છે. આ વૃદ્ધા મારી માતા છે.