________________
સિગ ૭]
[૨૧૧ . એક વખત જંગલની રમણિયતાને જેતી એક વાઘને જોઈ ગભરાઈ ભાગી નીકળી, વાઘ તેની પાછળ પડે, જ્યારે તે દેડી શકી નહી ત્યારે તેણીએ એક લીટી દેરીને કહ્યું કે “જે મારા પ્રાણનાથે સત્ય રેખાનું ઉલ્લંઘન ન કર્યું હોય તે તું પણ આ રેખાનું ઉલ્લંઘન કરીશ નહી, આ શ્રવણ કરીને તે વાઘ ત્યાં જ થંભી ગયો, મહાન આત્માઓનો પ્રભાવ અદ્દભૂત હોય છે. દ્રૌપદી રસ્તો ભૂલી ગઈ, તેણે સાથીદારેથી છૂટી પડેલી હરિણીની જેમ શૂન્ય વનમાં ફરવા લાગી, એટલામાં એક સાપ તેને ડંખ મારવાની તૈયારી કરતું હતું, તે વખતે દ્રિૌપદીએ તેને કહ્યું કે સર્પ ! જે મેં પાંચે પતિને મનવન–અને કાયાથી સેવ્યા હોય તો તું વઘમાંથી હઠીજા, દ્રૌપદીના વચન સાંભળી સર્ષ ચાલ્યો ગયો, અને સૂર્ય પણ અસ્તાચલે પહોંચી ગયે.
ચારે તરફ ઘનઘોર અંધકાર હતો, દ્રૌપદીના અંતરમાં શેક ઉભરાતે હતે, હે દેવ ! રાત્રી કેવી રીતે પસાર કરીશ ! આ પ્રમાણે વિચારતી હતી એટલામાં હાથ જોડીને નમસ્કાર કરતી, હિડંબાને આવતી જોઈ, તેણીએ કહ્યું હે આયે ! તમારા માટે પાંડે ખુબજ દુઃખી થઈ ગયા છે. તેઓએ પ્રાણત્યાગ કરવાને નિશ્ચય કર્યો છે, જીવનની સ્પૃહા નહી કરતી કુન્તી પણ તેમની સાથે મરવા તૈયાર થઈ છે. તેઓની વ્યથિત દશા જોઈ હું આપને ખેળતી જંગલમાં ફરતી ફરતી અહીં