________________
સર્ગઃ ને ]
[૨૯ ધારણું કર, પાંડવે નિશસ્ત્રની ઉપર પ્રહાર કરતા નથી. ભીમની વાત સાંભળી ક્રોધથી હિડંબ સક્ષસ એક વૃક્ષ ઉઠાવીને ભીમની ઉપર દેડ ભીમે પણ નિર્ભયતાથી એક વૃક્ષને શસ્ત્રનું સાધન બનાવી, ભાઈઓની જાગી જવાની બીકથી ધીરે ધીરે યુદ્ધ કર્યું. બંને પરસ્પર પ્રહાર કરવા લાગ્યા, બંને મૂર્ણિત બની ગયા, રાક્ષસે ભાનમાં આવી, જેરથી ગર્જના કરી, જેનાથી યુધિષ્ઠિર વિગેરે ઉંઘમાંથી જાગી ઉઠયા, કુન્તીએ પિતાની સામે ઊભેલી હિડંબાને જોઈ પૂછયું વત્સ! તું કોણ છે. તે સત્ય કહે? ત્યારે તેણીએ કહ્યું કે આપને પુત્ર રાક્ષસથી લડે છે અને રાક્ષસના પ્રહારથી મૂર્ણિત બની જમીન ઉપર પડેલું છે. તેણીના વચનને સાંભળી યુધિષ્ઠિર વિગેરે બધી પાંડવો ભીમની પાસે પહોંચી ગયા, ભીમને જોઈ તે બધા વિલાપ કરવા લાગ્યા.
, , અને વસ્ત્રના છેડાથી ભીમને હવા નાંખવા માંડી, ભીમ શુદ્ધિમાં આવ્યું, રાક્ષસની સાથે યુદ્ધ કરવા તૈયાર થયે, યુધિષ્ઠિરે કહ્યું કે વત્સ! અર્જુનને લડવા જવા દે, તું શા માટે કષ્ટ કરે છે? ભીમે કહ્યું કે હમણાં મારી ભૂજામાં બળ છે, વળી આપની કૃપાદ્રષ્ટિ છે. તે પછી આ રાક્ષસથી મને ડરવાની જરૂર નથી. સૂર્યની સામે અંધકાર શું કરી શકવાને છે? તમારા જોતજોતામાં હું આ રાક્ષસને મૃગલાની જેમ મારી નાખીશ, આ પ્રમાણે બેલ ભીમ રાક્ષસની તરફ દો. બંને જણે બાહું
૧૪