________________
૧૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય યુદ્ધ કરવા લાગ્યા, હારજીતને નિર્ણય થઈ શકતો ન હિતે, યુધિષ્ઠિરે મનમાં નિશ્ચય કર્યો કે આજે ભીમ બચી શશે નહિ. તેથી તેઓએ અર્જુનને તૈયાર થવા માટે કહ્યું. એટલામાં ભીમે પશુની જેમ તે રાક્ષસને મારી નાખે, કુન્તી આનંદિત બનીને વસ્ત્રથી ભીમને હવા નાખવા લાગી, યુધિષ્ઠિરે ભીમના અંગ ઉપરથી ધૂળ ખંખેરી નાંખી, એકાન્ત સ્થાનમાં રોમાંચિત બનીને દ્રૌપદી અને ભીમ આનંદથી વાત કરવા લાગ્યા, હિડંબાએ શુશ્રષા અને બહુમાનથી કુન્તી અને દ્રૌપદીને પ્રેમ સંપાદન કર્યો. - પ્રાતઃકાળ થતાં હિડંબા સહિત બધા આગળ ચાલવા લાગ્યા, ભયંકર જંગલમાં પ્રવાસ કરતાં એક દિવસ પાણીની તરસથી કુંતી બેભાન બની ગયા, ભીમ અને અર્જુન બંને ભાઈઓ પાણીને લેવા દેડયા, યુધિષ્ઠિર માતાની કારૂણ્ય સ્થિતિ જોઈ ચિંતાતુર બની રડવા લાગ્યા, તેઓ ભાગ્યની નિંદા કરી રહ્યા હતા, એટલામાં નિરાશ બનીને બંને ભાઈઓ પાણી વિના પાછા આવ્યા, વિવલ બની નેત્રજલથી માતાને સિંચવા લાગ્યા, બધા ભાઈઓ નિરાશ બનીને માતાને મુખને જોઈ રહ્યા હતા એટલામાં હિડંબાએ કમલપત્રમાં પાણી લાવીને આપ્યું. આનંદથી બધા ભાઈઓની આંખમાં આંસુ આવી ગયા, ત્યારથી બધા પાંડેએ હિડંબાને આત્મિય સ્વરૂપે જોવા માંડી, રસ્તામાં માતાના પગને દબાવતા, યુધિષ્ઠિર ભાઈઓની સાથે આગળ વધ્યા.