________________
૨૦૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ભીમ ભાઈઓની રજા લઈને પાણી લેવા માટે ગયે. બે ગાઉ દૂર ગયા પછી સારસ પક્ષીના અવાજથી - સરેવળની ભાળ મળી, કમળના પાંદડામાં પાણી લઈને - જ્યારે ભીમ આવ્યું, ત્યારે બધા જ ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યા હતા, સહકુટુંબ રાજાને આ અવસ્થામાં જોઈ ભીમ શેકથી વિદ્ગલ બની વિલાપ કરવા લાગ્યું. તેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા.
જે રાજા પહેલા સુંદર મશરૂના પલંગ ઉપર સૂતા તે યુધિષ્ઠિર આજે જંગલની ઉંચી નીચી જમીન પર સૂતા છે. જેમની શૈયા પાસે બન્દીલક સંગીતના આલાપ પૂર્વક ગીત ગાતા હતા, તે યુધિષ્ઠિરની પાસે આજે શિયાળવાં બેસી રહ્યા છે. જેના અંગ ઉપર ચંદનના વિલેપન થતા હતા. આજે તેના શરીર ઉપર ધૂળનું વિલેપન છે. જેમના ચરણોમાં મોટા મેટા રાજાઓ નમતા હતા, આજે તે રાણેને શિયાળવાં સુંઘે છે. જે અર્જુન આકાશમાં વિમાન દ્વારા ફરતે હતા, તે જ અર્જુન એક ગરીબની જેમ જંગલમાં રખડે છે. હંમેશા સુખમય જીવનને વિતાવનારા નકુલ અને સહદેવ આજે એક દરિદ્ર મુસાફરની જેમ સૂઈ રહ્યા છે. હાય ! પાંડેની માતા, પાંડુરાજાની પત્ની કુનની ભૂમિ ઉપર સૂઈ રહી છે. આ દ્રૌપદી કેવી રીતે દુઃખને સહન કરે છે. જેના પાંચ પતિ વિદ્યમાન છે. હા દેવ! આજે ભીમ જીવતા હોવા છતાં પણ દ્રૌપદી ભૂમિ ઉપર સૂતી છે.