________________
૧૦૮ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
રીતે જઈશ ? તારા વિના મારા એક દિવસ વર્ષ જેવડા મેાટા હશે, દહીં, દૂધ, ઘી વિગેરેથી દૃષ્ટ પુષ્ટ બનેલું આ તારૂં શરીર વનના ફળ ફૂલોથી કેવી રીતે સારૂ રહેશે ? છત્રથી રાકવામાં આવેલા સૂર્યના તાપને તું રસ્તામાં છત્ર વગર કેવી રીતે સહન કરી શકીશ, તને ખૂબ જ ત્રાસ થશે, તારામાં અનુરાગવાળી ચંદ્રમુખી દ્રૌપદી તારા વિના કેવી રીતે રહેશે ? માતા આ પ્રમાણે ખેલતી હતી તે જ વખતે અધિક શાક, વ્યથા અનુભવતા યુધિષ્ઠિર ખેલ્યા હે વત્સ ! માતાપિતા તારા વિયાગને સહન નહિ કરી શકે, અમે પણ તારા વિયેાગને સહન કરવામાં અસમ છીએ, માટે તેમનુ અપમાન કરવું તે ઉચિત નથી, વિડિàાના વચનને તિરસ્કાર કરનારની કાઈપણ ક્રિયા સફળ થતી નથી, મુનિએ આપેલી પ્રતિજ્ઞાને તે શુ ભંગ કર્યાં છે ? આપત્તિના સમયમાં સાધુને પણ મર્યાદાત્યાગ દોષ નથી. નાગરિકાને તે ગાયા આપીને પ્રાયશ્ચિત્ત નથી કયું? હું તેા તને કઈ દિવસ મારાથી જુદો માનતા જ નથી, તે પછી પ્રતિજ્ઞા ભંગની વાત જ કયાં રહી ? યુધિષ્ઠિરના વયનેાને સાંભળી ભીમ પણ એલ્યા ભાઇ ? તારા વિરહની આશકાથી મારૂ હૃદય તૂટી પડે છે. મને પણ સાથે લેતા જા, નકુલ અને સહદેવ પણ ખેલવા લાગ્યા કે ભાઈ ! તમે વનમાં ચાલ્યા જશે તા અમે લેાકેા કાની સાથે અનેક પ્રકારની કીડાઓ વડે આનંદનો અનુભવ કરીશું ?