________________
૧૧૮ ]
[પાંડવ ચરિત્ર મહાકર્માના
મણિચૂડની વિદાય લીધી, મણિચૂડને ખૂબ જ દુ:ખ થયું. એકબીજાને ખૂબ જ ભેટયા.
ધર્મવૃદ્ધિની ભાવનાથી વિમાનમાં બેસી વિશુદ્ધ ચિત્તવાળા અર્જુન અષ્ટાપદ્મ ગયા, ત્યાં તેણે ભરત ચક્રવતિ ના બનાવેલ ભગવંત આદિનાથના પ્રાસાદ જોયા, કમલથી સુશોભિત સ્વચ્છ જલથી ભરેલી વાવડીમાં સ્નાન કરી, સુવર્ણ મય કમળ તથા દિવ્ય વ્રુક્ષેાના ફૂલાને ચુંટી, દિવ્ય વસ્ત્રો પરિધાન કરી, ભગવાન ઋષભદેવના મંદિરમાં પ્રવેશ કર્યાં, ત્રણ પ્રદક્ષિણા કરીને વિશુદ્ધમનથી દેવાધિદેવની પૂજા કરી, વિદ્યાધરાએ મૃગ, ભેરી, નગારૂ વિગેરે વાદ્યોને વગાડયાં, અર્જુન એલ્યેા હે ભગવન્ ! દુઃખાગ્નિમાં બળતા આ સંસારમાં આપ અમૃત વરસાવનારા પુષ્કરાવના મેધ જેવા છે, આપના દર્શનથી આજે મારા નયનાએ નિર્વાણ પ્રાપ્ત કરેલ છે, મેાક્ષસુખની પ્રાપ્તિ કરાવનાર આપનું દર્શન ભાગ્યશાલિ કરી શકે છે, સ્વામિન્! મારા પૂર્વજન્મના ભાગ્યથી જ આપનું દર્શન મને થયું છે, આપના દનનું જે ફળ છે, તેનુ વર્ણીન પણ મારાથી થઈ શકે તેમ નથી, આ પ્રમાણે સ્તુતિ કરીને અર્જુને પંચાંગ નમસ્કાર કર્યો, ત્યારબાદ બીજા તેવીસ તીથ કર પ્રભુની સ્તુતિ, ભક્તિ, નમસ્કાર કર્યાં, પ્રાસાદની ભવ્યતા જોઈને અર્જુને ભરતચક્રવર્તિની સપત્તિની પ્રશસા કરી.
ત્યારબાદ અર્જુને સાક્ષાત ધમ અને વિશ્વમાં