________________
સર્ગઃ છો] :
[ જપ્ત અનુભવ કરતા કેઈ લતામંડપમાં રાત્રી પસાર કરતા હતા. : એક દિવસ ભયંકર સર્પ, વીછીં વિગેરે જેથી વ્યાપ્ત ગાઢ જંગલમાં નવ દમયંતીએ પ્રવેશ કર્યો, સૂર્ય પણ તેમની પરિસ્થિતિ નહિ જોઈ શકવાથી ક્રોધાયમાન (લાલ) બનીને અસ્તાચલ ચાલી ગયે, જગલમાં ચારે તરફ રજનીનું ભયંકર સામ્રાજ્ય છવાઈ ગયું. એક સુંદર, નદી જેઈને ત્યાં બંને ગયા, હાથપગ ધોઈને રાજારાણીએ પાણી પીધું, લતામંડપમાં સુંદર શિલા ઉપર આશે-- પાલવના પાંદડાની શૈયા બનાવી તેના ઉપર દમયંતીને પાંદડાનાં ડીંટા વાગે નહી. તેટલા માટે પિતાનું વસ્ત્ર પાથર્યું. ત્યારબાદ પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરીને પરસ્પર, વાતચીત કરતાં બંને નિંદ્રાદેવીને આધિન થયા.
ત્યારબાદ દમયંતીના દુર્ભાગ્યથી નલરાજાને વિચાર આવ્યો કે “જ્યાં સુધી જવાનું છે તેમાં અંશમાત્ર પણ પહોંચાયું નથી, સમુદ્રને પાર કરનારો એક બિન્દુ જેટલા પાણીને પાર કરી શકે છે, દમયંતીને સાથે લઈને કેમ કરી જ્યાં જવું ત્યાં કયારે અને કેમ પહોંચાશે ? રસ્તામાં સ્વછન્દતાથી ચાલવામાં દમયંતી બાધક બની રહી છે, માટે તેણીને અહીં સૂતી મૂકીને ચાલ્યા જાઉં, તેણી પણ સવાર થતા પોતાના પિતાને ઘેર અથવા તે કુબેરના ઘેર જતી રહેશે, આ પ્રમાણે વિચારી દમયંતીના શરીર નીચે રહેલા પોતાના હાથને ખબર ન પડે તેવી રીતે ધીમેથી ખેંચી લીધે, તેણીને જગાડ્યા સિવાય