________________
૧૭૮ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય દમયંતીને ભેટી પડી, અને બોલી વત્સ! માસી તે માતા જ કહેવાય છે, તે પછી તે તારો પરિચય કેમ આ નહિ? તે નલરાજાને છેડી દીધો છે કે તેને નલરાજાએ છેડી દીધી છે? મને લાગે છે કે નલરાજાને તે નહિ છોડેડ્યા હોય, બેટા ! તારા કપાળના તિલકનું શું થયું ? દમયંતીએ પાણીથી પિતાને મુખને તથા હાથને ધોઈ નાખ્યા, કે તરત જ તેણીના ભાલપ્રદેશનું તિલક દેદીપ્યમાન થયું. રાણીએ દમયંતીને ઘેર લઈ જઈ પિતાના હાથે સ્નાન કરાવી દિવ્ય વસ્ત્રો પહેરાવી પ્રેમપચારથી તેણીને આનંદમગ્ન બનાવી, તેણીને હાથ પકડી રાણી રાજાની પાસે લઈ ગઈ, રાજાએ જ્યારે પૂછયું ત્યારે દમયંતીએ જુગારથી માંડી બધી વાત કરી, તે જ વખતે સૂર્ય અસ્તાચલે ગયે, પરંતુ સભામાં અપૂર્વ પ્રકાશ હતા, બધા આશ્ચર્યમાં પડયા, ચંદ્રયશાએ હસતાં હસતાં રાજાને દમયંતીના તિલકની વાત કરી, પિતા સદશ રાજાએ તેણીના કપાળને હાથથી ઢાંકી દીધું. ત્યારે ચારે તરફ અંધકાર ફેલાઈ ગયે, રાજાએ હાથ ઉઠાવી લીધે, અને પ્રકાશ ફેલાયે.
તે સમયે આકાશથી ઉતરતા એક દેવે આવીને દમયંતીને પ્રણામ કર્યા અને બોલ્યા દેવી ! આપે જે પિંગલ નામના ચોરને છોડાવી ઉપદેશ આપી, ચારિત્ર અપાવ્યું હતું, તે વિહાર કરીને તાપસપુર નગરમાં ગયા, ત્યાં સમાધિપૂર્વક શરીરને ત્યાગ કરી સૌધર્મ દેવલેકમાં