________________
સગ: છ ] કુબડ રસેઈઓ સૂર્યપાક રઈને જાણે છે. એવું મેં સાંભળ્યું છે. આપ તેને બતાવે, અમારે તેને જેવો છે.
દધિપર્ણરાજાની આજ્ઞાથી કુબડાએ સૂર્યપાક રઈ બનાવીને સપરિવાર ભીમરાજાને ભોજન કરાવ્યું. દધિપણું રાજાના કહેવાથી તેના સ્વાદની પરીક્ષા કરવા માટે દમયંતીએ પણ રસોઈનું આસ્વાદન કર્યું. રસોઈને સ્વાદ ચાખીને હર્ષિત. બનેલી દમયંતીએ કહ્યું કે આ કુન્જ હોય કે ખંજ હોય, પરંતુ “નલરાજા પોતે જ છે. ઘણું સમય પહેલાં એક વિશિષ્ટ જ્ઞાનીએ કહ્યું હતું કે નલરાજા સિવાય બીજું કઈ સૂર્યપાક રસોઈ બનાવી શકતું નથી. બીજી. પરીક્ષા એ છે કે નલરાજાના સ્પર્શથી મારા શરીરમાં રોમાંચ આવી જશે, રાજાએ કુજને બોલાવી દમયંતીના શરીરને સ્પર્શ કરવા માટે કહ્યું. જ્યાં તેણે શરીરને સ્પર્શ કર્યો ત્યાં દમયંતીના આખા શરીરમાં રોમાંચ ઉદ્ભવ્ય, તેણી કુબડાને એક ખંડમાં લઈ ગઈ, નલિરાજાને પ્રેમમય શબ્દોથી તેણીએ કહ્યું દમયંતીના શબ્દોથી કુબડાનું મન પીગળી ગયું. તેણે પિતાની પાસેના કરંડીઆમાંથી આભૂષણે કાઢી, નાળીએર ફાડીને દિવ્ય વસ્ત્રો કાઢી ધારણ કર્યા, પિતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું.
ભીમરાજાએ નલને પોતાના સિંહાસન ઉપર બેસાડી બધું જ સમર્પણ કર્યું. દધિપણું રાજવીએ પણ નલરાજાની ક્ષમાયાચના કરી, સાર્થેશ ધનદેવ પણ ભેટયું લઈને રાજાના દર્શને આવ્યા. દમયંતીએ પણ દૂત