________________
૧૯૯]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય વખતે પાંચાલીએ એક પછી એક પાંચે પાંડ તરફ દ્રષ્ટિ કરી, પણ પાંડે તો પૃથ્વીમાં જવાના હોય તેમ તેમની દ્રષ્ટિ જમીન તરફ હતી. * ભીષ્મ વિગેરેએ લજિજત બનીને વસ્ત્રથી પિતાના મુખને ઢાંકી દીધું. તે વખતે દ્રૌપદીની ઉપર સાનુરાગ દ્રિષ્ટિ નાખી દુર્યોધને કહ્યું કે કૃશદરિ! તારા ઉપર મારે અનુરાગ ઘણા વખતથી હતો પરંતુ પાંડેની સાથે તારા લગ્ન થવાથી તેમાં વિદન આવી ગયું. હમણાં પણ તું જલદીથી આવીને મારી જંઘા ઉપર બેસી જા, એમ બોલી દુર્યોધને પિતાની જંઘા બતાવી.
દ્રૌપદીએ કહ્યું એ કુરુવંશસમુદ્ર કાલકૂટ વિષધર ! આવા વિચારોથી તું ભસ્મ કેમ નથી થઈ જત? વૃક્ષના પિલાણમાં રહેલી અગ્નિ વૃક્ષને બાળી ભસ્મીભૂત કરી નાખે છે. જે મારા સ્વામિ બળવાન હોય તો આ બંનેના જીવનનો અંત કરી નાખે. - કણે કહ્યું કે જે સંપૂર્ણ રાજ્ય હારી ગયા છે. તેઓ પિતાની સ્ત્રીને પણ હારી ગયા છે. એક વસ્ત્રાને સભામાં લાવવી તે ખરાબ કાર્ય નથી, કારણ કે જગતમાં કોઈપણ સ્ત્રીને એક જ પતિ હોય છે. જ્યારે દ્રિૌપદી તે અનેક પતિની વલ્લભા હોવાથી અવશ્ય
વ્યભિચારિણી છે. માટે તેણીને વસ્ત્ર રહિત જ લાવવી જોઈએ, કર્ણના વચન સાંભળી પ્રેક્ષકોને કોલ આવ્યો, તો પણ દુર્યોધનના ભયથી બધા ચુપ થઈ ગયા, દુર્યોધને