________________
૧૭૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય મને લુંટી લીધે, અહીં આવી રાજાને નોકર બન્ય, બીજે દિવસે રાજભવનમાં ફરતા હતા તે વખતે મેં રત્નની પેટી જઈ તેની ચોરી કરીને ભાગ્યે, પરંતુ રાજ્યના હાંશિયાર સેવકએ મને પકડી લીધે, રાજાની પાસે લઈ ગયા, દેહાંતદંડની શિક્ષા થઈ, તેઓ જ્યારે મને વધ સ્તંભ લઈ જતા હતા, ત્યારે આપે મને બચાવ્યા, માટે દેવી ! હવે હું આપના ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈશ ? વળી આપ જ્યારે તાપસપુરથી ચાલી ગયા ત્યારે સાર્થવાહને ખૂબ જ દુઃખ થયું અને સાત દિવસ સુધી ભજન પણ લીધું નહિ, જ્યારે પૂ. યશોભદ્રસૂરિજી મહારાજને ઉપદેશ સાંભળે ત્યારે તેમણે સાત દિવસ પછી ભેજન લીધું. એકદિવસ સાર્થવાહ, સુવર્ણરત્ન વિગેરે લઈને કેશલાનગરીમાં જઈને કુબેરરાજાના દર્શનાર્થે ગયે, રાજાને સેનું તથા રત્ન ભેટ આપ્યા, રાજાએ ખૂશ થઈને તેને છત્ર, રામર સહિત તાપસપુરને રાજા બનાવ્યા, અને તેનું નામ “વસંતશ્રી શેખર રાખ્યું. હમણું તે સાર્થવાહ. તે નગર ઉપર પોતાનું રાજ્ય ચલાવે છે.
દમયંતીએ કહ્યું કે વત્સ! ચેરીના પાપથી મુક્ત થવા માટે તું ચારિત્ર અંગિકાર કર, ત્યારે પિંગલે ચારિત્ર ગ્રહણ કરવાની “હા” કહી, એકદિવસ નગરમાં બે મુનિએ પધાર્યા, તેમને શુદ્ધ આહાર અને પાણીથી સત્કાર કરીને કહ્યું કે જે પિંગલમાં યોગ્યતા હોય તે આપ તેને ચારિત્ર આપે, મુનિઓને યેગ્યતા લાગી અને પિંગલની