________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય વાદળોથી છવાઈ ગયું. કાળા ડિબાંગ વાદળો પરસ્પર અથડાઈ મોટા અવાજ કરતા હતા, જાણે કે અંબરમાં તુમુલ યુદ્ધના રણશીંગા ફુકાયા, સૂર્યની હાજરીમાં પણ ભયંકર અંધારું હતું, પુષ્પરાવર્તન વરસાદની જેમ આકાશમાંથી મોટી ધારે વાદળાઓ વરસવા લાગ્યા, રસ્તામાં કાદવ થઈ જવાથી ગાડાઓને ચલાવી શકાય તેવી સ્થિતિ રહી નહતી, સાર્થને અહીં ઘણે વખત રેકાઈ જવું પડશે, તેમ વિચારી દમયંતી કોઈને કહ્યા વિના ત્યાંથી છૂટી પડીને ચાલવા લાગી, તેણીએ રસ્તામાં ભયંકર યમરાજ સદશ એક રાક્ષસ જોયે; ભયથી રાંચલ આંખવાળી દમયંતીને પૂછ્યું કે તું કયાં જાય છે? આજે તને ખાઈ, હું મારી ભૂખને શાંત કરીશ, તેણીએ શાંત ભાવથી કહ્યું કે પહેલાં મારી વાત સાંભળે, પછી તમારી ઈચ્છા મુજબ કરજે, પરમાહેતી હોવાથી મને મૃત્યુને જરાપણ ભય નથી, પુણ્યવાનને મૃત્યુને ભય પણ શા માટે જોઈએ? પરંતુ પરમેષ્ઠિ નમસ્કારથી પવિત્ર મનવાળી હું પરસ્ત્રી છું. મને અડતાં જ તું ભસ્મ થઈ જઈશ, દમયંતીના વચનને સાંભળી તે રાક્ષસ બે હે મહાસતી! હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન છું; દમયંતી બેલી હે રાક્ષસ ! ખરેખર તું મારા ઉપર પ્રસન્ન હોય તે મને કહે કે મારા પતિને મેળાપ કયારે થશે, અને કયાં થશે? જ્ઞાનને ઉપગ મૂકી રાક્ષસે કહ્યું કે જે દિવસે તારે ત્યાગ કર્યો છે ત્યારથી બાર વર્ષે તારા પિતાના ત્યાં જ તારા પતિને મેળાપ થશે, જે તમારી