________________
૧૬૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્યારે સાર્થપતિએ પૂછયું કે આપ કયા દેવની પૂજા કરે છે? તેણીએ કહ્યું કે સલમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનનું નામ બતાવ્યું. તે બંનેને વાર્તાલાપ સાંભળીને નજીકના આશ્રમમાં રહેતા તાપસો પણ ત્યાં આવ્યા, તે તાપસની સામે દમયંતીએ સાર્થપતિને અહિંસા પ્રધાન જિન ધર્મનો ઉપદેશ આપે, સાર્થપતિએ પણ વિશુદ્ધ ભાવથી કર્મોને તેડનાર દમયંતીને ગુરૂપદે સ્થાપીને જિનધર્મને અંગિકાર કર્યો, એટલામાં એકાએક વરસાદ આ, તાપસ આકુળ-વ્યાકુળ બની ગયા, દમયંતીએ તે લેકેને શાંત્વન આપ્યું. અને બોલી કે “જે મેં વિશુદ્ધ ભાવથી આરંતુધર્મનું પાલન કર્યું હોય તે આ વરસાદ બંધ થઈ જાય, તરત જ વરસાદ બંધ થઈ ગયે, તે તાપસો દેવી સ્વરૂપ દમયંતીને માનવા લાગ્યા, દયારહિત ધર્મને છોડી, તેઓએ દયામય એવા જિનધર્મને અંગીકાર કર્યો. - સાર્થપતિએ ત્યાં એક સુંદર નગર વસાવીને તે નગરના મધ્યભાગમાં શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર જિનાલય બંધાવ્યું. પાંચસે તાપસે બેધ પામેલા હોવાથી તે નગરનું નામ તાપસપુર પાડવામાં આવ્યું. ઘણા વ્યવહારીઆઓએ બીજાં નગરથી આવી અત્રે વસવાટ કર્યો, નગરજને, તાપસે, સાર્થપતિ વિગેરે આનંદપૂર્વક જૈનધર્મનું આરાધન કરતા રહેવા લાગ્યા. . એક વખત મધ્યરાત્રિને વિષે દમયંતીએ “ પર્વતના