________________
૧૬૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય તેઓ મારા માટે પાણી લેવા ગયા હશે? શું કોઈ વિદ્યાધરીએ કે વનદેવતાએ તેમનું હરણ કર્યું હશે ? મારા પતિ વિના કારણે મને મૂકીને જાય નહિ, તેણીએ ચારે તરફ જોયું ત્યારે ક્યાંય પણ નલરાજાને જોયા નહીં ત્યારે તેણે જોર જોરથી રડવા લાગી, અત્યંત વિલાપ કરતી દમયંતીએ મનમાં વિચાર્યું કે સ્વપ્નના આધારે મને મારા પતિને મેળાપ નહી થાય, મારા પતિએ મને જંગલમાં છોડી દઈ જે કાર્ય કર્યું છે તેવું કાર્ય કોઈપણ વિવેકી આત્મા નહી કરે, પરંતુ તેમને કોઈ દેષ નથી, મારા જ કર્મોને દોષ છે. નહિતર તેમને આવા પ્રકારની બુદ્ધિ આવે જ નહીં. આ પ્રમાણે બલીને દમયંતી એવી રીતે રડવા લાગી કે જંગલના ધાપદ અને વૃક્ષો પણ અવાજ સાથે રડવા લાગ્યા.
ત્યારબાદ વસ્ત્રના અંતભાગ ઉપર લખેલા અક્ષરો વાંચા, વાંચવાથી તેણીના અંતરમાં આનંદ થયે, કે હજુ સુધી હું મારા પતિના ચિત્તમાં કેતકીના પુષ્પની ભ્રમરી બનીને રહી છું. તેઓએ પિતાના જ હાથે લખીને મને જવાને આદેશ આપ્યું છે. વડના ઝાડથી જમણીબાજુએ જતા રસ્તે પિતાજીના ઘેર જ જાઉં છું. પતિના વિરહમાં પિતા જ હૃદયની પીડાનું હરણ કરવાવાળા હોય છે. પતિ વિના શ્વસુરના ઘરમાં રહેવા માટે સાધ્વી સ્ત્રીઓને માટે પગલે પગલે મુશ્કેલીઓ ઉભી થાય છે.
આ પ્રમાણે વિચારીને દમયંતી ભયવિવલ બનીને