________________
૧૨૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય પ્રભાવતી નામે તેને રાણું છે. આજે રાતના પાછલા પ્રહરમાં ચંદ્રશાળામાં સૂતી હતી ત્યાંથી તેનું કેઈએ હરણ કર્યું છે. “આર્યપુત્ર, આર્યપુત્ર એ પ્રમાણે કરૂણતાથી પ્રભાવતીને અવાજ સાંભળી રાજા જાગી ગયે, ક્રોધથી પ્રભાવતીને ઉપાડી જનારની પાછળ રાજા દેડ, ખૂબ જ દૂર નીકળી ગયેલા રાજાએ ચોરને જ નહીં, પ્રભાવતીને માથાના વાળમાં નાંખેલી પુષ્પમાળામાંથી ફૂલે વિખરાઈને પડેલા જોયા, તેના આધારે રાજા અહીં આવીને રેકાઈ ગયા છે, પરંતુ દુર્ભાગ્યથી પુષ્પમાળા પણ અદશ્ય થઈ ગઈ છે. રાજાને શોકાતુર સ્થિતિમાં જોઈને સેના આમતેમ પ્રભાવતીની તપાસ કરે છે.
અત્યંત દુઃખદ કેસરની વાત સાંભળી, અને મનમાં કાંઈક વિચાર કરીને કહ્યું કે હિરણ્યપુરના રાજા હેમાંગદની પત્ની તે મણિચૂડની બહેન થતી હશે, ખેચરે કહ્યું હા, ત્યારે અર્જુન બે કે તે મારી પણ બહેન છે. આના સિવાય બીજું કોઈપણ હોય તે પણ મારે બચાવવું જોઈએ, મારૂં કર્તવ્ય છે. ફરજ છે, કેસર! તું જઈને કહે કે પાંડુપુત્ર અને આપની પત્નીને શોધી લાવી અવશ્ય આપને સુપ્રત કરશે, તમે એમજ માનજે કે તમારે શત્રુ મરી ગયો, આપ થોડો વખત અહીં જ રોકાઈ જશે.
વિયોગ સંતપ્ત હેમાંગદની પાસે જઈને ખેચરે બધી વાત કરી, વિદ્યાબલથી પ્રભાવતીની સ્થિતિ જાણીને અર્જુન