________________
સર્ગઃ છઠ્ઠો]
[૧૪૩ શોક નહિ કર જોઈએ, દુર્યોધનને ધૃતરાષ્ટ્ર સમજાવતા હતા, ત્યારે દુર્યોધને કહ્યું કે પિતાજી ! પાંડની સંપત્તિ મને પીડા નથી આપતી તેથી વધારે પીડા તો મને તેમનાં મંત્રીઓએ કરેલી મશ્કરી આપે છે. જેનાથી મને માર્મિક પીડા થાય છે. મામાજી બનેલી હકીકત આપને કહેશે.
ત્યારબાદ “સૌબલે પાંડવોએ જે રીતે દુર્યોધનને ઉપહાસ કર્યો હતો, તે બધું ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યું. તે વારે દુર્યોધને કહ્યું કે પિતાજી! દ્રૌપદી સહિત તેમની સંપૂર્ણ લકમી જયાં સુધી હું લઈશ નહિ, ત્યાં સુધી હું જીવિત રહી શકું તેમ નથી, નિવૃત્ત થઈને જીવવું તે શું જીવતર છે? વાદળોથી ઘેરાયેલા ચંદ્રમાને ઉદય તે શું ઉદય છે? ભાગ્યવશાત્ લંગડા બનીને સિંહના વનમાં મરવું સારું છે, પરંતુ હાથિએથી તિરસ્કાર થવું ઠીક નથી. આ પ્રમાણે શ્યામમૂખ, ખિન્નવદને, ઈર્ષ્યાળુ, દુર્યોધન કહેતા હતા ત્યારે ધૃતરાષ્ટ્ર કહ્યું કે વત્સ! પાંડવોની સાથે યુદ્ધ કરવાની વાત કરવાથી આપણી કીર્તિને કલંક લાગશે, તારા ભાઈઓની સાથે યુદ્ધ કરીને કુળને કલંકિત શા માટે કરે છે? વળી કે કહેશે કે “વૃદ્ધ ધૃતરાષ્ટ્ર પિતાના પુત્રને યુદ્ધ કરતે રોક્યો નહી” આ પ્રમાણે લેકે મારી નિંદા કરશે, લોકેના અપવાદમાંથી તું મને બચાવી લે? તારા સલાહકારોની સલાહ અને સહાયતાથી અભિમાની બનીશ નહી. પાંડે તે લાખે શુરવીરને પણ યુદ્ધમાં પરાજય આપવાવાળા છે.