________________
સ : છો
[૧૪ લાવ્યા, વિદુરજી આવ્યા અને નમસ્કાર કરીને બેઠા, ધરાષ્ટ્ર વિદુરજીને દુર્યોધન અને શકુનીની વાત કરી, વિદુરજીએ કહ્યું કે આપની વાતો અને વિચારણા સાંભળી મારા આંતરડા કપાઈ જાય છે; ખરેખર! આ દુર્યોધન, કુળમાં દાવાનલ તરીકે ઉત્પન્ન થયેલ છે, વિદ્વાન નેના વરાને નિષ્ફળ જતા જ નથી, શું આપ નથી જાણતા કે વિષવૃક્ષની જેમ નલકુબેરને પણ જુગાર અનર્થકારી બન્યો હતો. . . . .
. . કોશલદેશમાં કુબેરને જીતવાવાળા શ્રીમંતોથી અલકા નગરીને પણ તિરસ્કૃત કરનાર “કેશલા નામે એક નગરી છે, તે નગરમાં અત્યંત યશસ્વી, પ્રબલ પરાક્રમી, “નિષધ નામે એક રાજા હતા, તેમને શત્રુઓનું મર્દન કરનાર, નલ-કુબેર નામના બે પુત્રો હતા, એક દિવસ દ્વારપાલે આવી નમસ્કાર કરીને હાથ જોડી રાજાને કહ્યું કે રાજન! વિદર્ભ દેશથી એક દંત આવ્યો છે. રાજાની આજ્ઞાથી દૂતે પ્રણામ કર્યા, વિનયથી કહ્યું કે વિદર્ભ દેશમાં પૃથ્વીના કુંડળ સમાન એક કુંડિનપુર નામનું નગર છે. તેમાં દેવ સમાન ભીમરથ નામના એક રાજા છે. જગત રૂપી નેત્ર પુષ્પને આનંદ આપવાવાળી કૌમુદી સમાન અત્યંત રૂપવંત દમયંતી નામની એક કન્યા છે. મનથી જનધર્મનું પાલન કરવાવાળી તે કન્યા અત્યંત પાપભીરુ છે. તેને અનુરૂપ પતિ મેળવવા માટે રાજાએ સ્વયંવરની રચના કરી છે. :
૧૦