________________
૧૪૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય * આ પ્રમાણે ધૃતરાષ્ટ્રના કહેવાથી શકુનિ બલ્ય હે રાજન! લોકોમાં આપણી અપકીતિ ન થાય તેમ જ યુદ્ધ વિના જ પાંડેની લક્ષ્મી લઈ લેવાને ઉપાય હું જાણું હું છું, તકીડા સર્વ સિદ્ધ છું; યુધિષ્ઠિરને તે સિદ્ધ નથી, પણ ઘુતકીડા રમવાને તેમને ખૂબ જ શેખ છે. માટે જે આપની આજ્ઞા હોય તે જુગારમાં પાંડવની લક્ષ્મી જીતી લઉં, દુર્યોધને કહ્યું હે તાત ! તમે મામાજીની વાતને માનો, રાજાએ કહ્યું કે હું હસ્તિનાપુરથી વિદુરજીને બોલાવી તેને નિશ્ચય કરીશ, દુઃખી દુર્યોધને કહ્યું કે પિતાજી ! તેઓ આપને જુગાર માટેની વિચારણા આપશે નહિ, મારૂં મૃત્યુ થશે, રાજેન્દ્ર ! મારા મરવાથી આપ સુખી થજો, બંને જણ મલીને પૃથ્વીનું રાજ્ય કરજે, ધૃતરાષ્ટ્ર તરફના પ્રેમથી દુર્યોધનનું મુખ પિતાના બંને હાથે ઉંચુ કર્યું. અને મસ્તકે હાથ ફેરવ્ય, રીસાયેલા દુર્યોધનને કહ્યું પુત્ર ! તારી સંપત્તિ ઈન્દ્રની સંપત્તિથી અધિક છે. તું ચિંતા કરીશ નહિ, યુધિષ્ઠિરના જેવી જ રાજ્યસભા હું તારા માટે નવી નિર્માણ કરાવું છું, જેનાથી તારૂં મન સદાકાળને માટે આનંદિત રહેશે.
પુત્રને આ પ્રમાણે શાન્તવન આપી પતરાષ્ટ્ર મોટા મોટા શિલ્પીઓને બોલાવી, સભા બનાવવાનો આદેશ આવે, તે શિલ્પીઓએ હજારો મણિતંભથી વિભૂતિ એ દ્વારવાળી યુધિષ્ઠિરની સભા જેવી જ સભા બનાવી, રાજાએ માણસ મોકલી, વિદુરજીને હસ્તિનાપુરથી