________________
સ: પમા
[ ૧૧૯
અજ્ઞાનતાના અંધકાર દૂર કરવા માટેના તેનેમય જ્ઞાનદીપથી ઝળહળતા ચારણમુનિને એકાંત સ્થાનમાં જોયા, તેમને વંદન કરી આનથી તેમની પાસે બેસી ભવસાગર પાર થવા માટે નૌકા સમાન ધમ દેશનાનું શ્રવણ કર્યું. ત્યારબાદ ચારણમુનિએ અર્જુનને ધર્મના પ્રભાવ ખતાન્યેા, કહ્યુ કે પૂર્વ જન્મમાં તે કરેલી ધર્મારાધનાથી જ આ ભવમાં તુ' અદ્વિતીય શૂરવીર બન્યા છે. તારી શૂરવીરતાથી તું બધાને નિય બનાવી આ ભવમાં જ મુક્તિએ જઇશ, કાનને અમૃત સમાન મુનિના પ્રિયવચન સાંભળી આનંદ સાગરમાં મગ્ન બનેલા અર્જુન મુનિને વંદન કરી આકાશમાર્ગે ગયા, મેાક્ષલક્ષ્મીના સકેતને પ્રાપ્ત કરી અને સમ્મેતશિખર વિગેરે તીર્થોની યાત્રા કરી, જેએનું દર્શન સ થા પાપને મુક્ત કરાવનાર છે. આવા તીથંકર પ્રભુને વંદના, સ્પના, આરાધના કરવામાં અર્જુન એકચિત્ત બન્યા.
તીથ યાત્રામાં બાર વર્ષો વીતાવી હર્ષોલ્લસિત અને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યુ. આકાશમાર્ગે જતા આનંદ મિશ્રિત એક વિચિત્ર અવાજ સાંભળ્યે, અર્જુને તે તરફ દ્રષ્ટિપાત કર્યા, તેા શાકમગ્ન લેાકેાથી ભરપુર એક જ ગલ જોયું. પેાતાના કેસર નામના ખેચરને મેાકલાવી તપાસ કરાવી, ખેરારે તપાસ કરી પાછા આવીને કહ્યું
1:
સ્વામિન્! ઇંદ્રપુરી સમાન હિરણ્યપુર નામે નગર છે. શત્રુઓને માટે રેગની જેમ પીડાકારી હેમાંગદ નામના એક રાજા છે. સતિ શિક્ષમણી, સુવર્ણમય કાંતિવાળી,