________________
સ : પમે ]
[ ૧૨૭
સબધી વાતા કરતા ખેચરી આપની યશ કીર્તિને ગાતા જતા હતા, તે વાતા સાંભળીને હુ' અહીંઆ આવ્યે હું; આપે મને રાજ્ય અપાવી અને પ્રભાવતીને છોડાવી દેવાદાર બનાવ્યેા છે. અર્જુને કહ્યું કે પરસ્પરની એકતામાં કયાંય ભે હાય તા જ દેવાદારપણું યાદ આવે છે, તમારી સાથે કાઈ ભેદભાવ નથી તેા પછી આપને દેવાદારપણુ' કેમ યાદ આવે છે, અને તેઓના ત્યાં રહી ઘણા દિવસ સુખપૂર્વક વ્યતીત કર્યો.
એક દિવસ હસ્તિનાપુરથી આવેલા પૂર્વ પરિચિત તે અર્જુનને વિનંતિ કરી કે તે દ્વારા આપ અહીં છે, તે હકીકત પાંડુરાજાએ જાણી મને આપની પાસે મેાકલાવેલ છે, વૃદ્ધાવસ્થાએ પહેાંચેલા પાંડુરાજા ધર્માચરણની ઈચ્છાથી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવાની ભાવના રાખીને આપની આવવાની રાહ જોઈને બેઠા છે, કુંતી પણ દરરોજ આપના આગમનની રાહ જોઈ ને શોકાતુર સ્થિતિમાં રહે છે. દૂતના વચન સાંભળી કહ્યું કે તમેા આગળ જાએ, હું શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ભગવંત આદિનાથના દર્શન કરીને જલ્દીથી હસ્તિનાપુર આવું છું; હેમાંગદ અને મણિચૂડને સાથે લઈ અર્જુન આકાશમાર્ગે શત્રુ જય આવ્યા, પરમભક્તિથી આદિનાથ પ્રભુની સેવના, પૂજના કરી, કૃષ્ણને મલવાની ભાવનાથી દ્વારિકા આવ્યા,શ્રીકૃષ્ણે અર્જુનનો સત્કાર કયા, પેાતાની મ્હેન સુભદ્રાની સાથે અર્જુનના લગ્ન કર્યા, કન્યાદાનમાં ખૂબ જ ધન આપ્યું. માતાપિતાને મલવા માટે ઉત્કંઠાવાળા હેાવા છતાં કૃષ્ણના આગ્રહથી ઘેાડાદિવસ અર્જુન દ્વારિકામાં રહ્યા.