________________
સર્ગ : પ ]
[૧ર૩ રાજાની ચિતા પાસે આવી અભિમંત્રિત જલ ચિતા ઉપર છાંટયું, વિદ્યાધરોએ પણ પાણી છાંટયું. ચિતાની અગ્નિ શાંત થઈ ગઈ, માયાવી પ્રભાવતી પણ અદશ્ય થઈ ગઈ
રાજા હર્ષ અને કમાશ્ચર્યથી એકાએક ચિતામાંથી બહાર આવ્યો, પિતાની સામે - ઉભેલી પ્રભાવતીને જોઈ પિતે અમૃત સરોવરમાં મગ્ન બન્ય, રાજાએ અર્જુનને આલિંગન કર્યું. અને પ્રભાવતીને વૃત્તાંત પૂછે, કેસર નામના બેચરે રાજાને વાત કરી. કારણ કે સજજન માણસે કદાપિ આત્મ પ્રશંસા કરતા નથી. રાજન! આપને અર્જુનને સંદેશે કહીને હું તેમની પાસે ચાલ્યા ગયે, મનથી પણ અધિકગતિવાળા વિમાન પર બેસીને, અર્જુન એક ક્ષણમાં જ હેમકૂટ પર્વત ઉપર ગયા ત્યાં લાખો વૃક્ષોની છાયામાં અત્યંત અંધકારમય એક ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં “પ્રિયે! મનુષ્યરૂપ કીડા ઉપર તારે અનુરાગ કે? તું મને તારો સ્વામિ બનાવી બ્રહ્માનું કલંક ભૂંસી નાખ.. પ્રિયે! મારી સાથે લગ્ન કરીને વૈડૂર્યપૂરનું સામ્રાજ્ય ભગવ” આ પ્રમાણે પ્રભાવતીને ખુશ કરવાની ઈચ્છાવાળા મેઘનાદ નામના વિદ્યાધરને અર્જુને જે, પ્રભાવતીએ તેને શબ્દબાણથી કહ્યું કે પાપ! મારા પતિની સામે ઈન્દ્ર, પણ તુચ્છ છે, તું મારા ભાઈ મણિચૂડને નથી જાણતો. કે? તું મને ઉઠાવી લાવી લજજીત કેમ નથી થતું? જે તું મારો સ્પર્શ કરીશ તે બળીને ભસ્મ થઈ જઈશ, શું તે મારા વિલાઈ પાંડવ અર્જુનનું નામ પણ નથી સાંભળ્યું ?