________________
સ ઃ પમા ]
[૧૧૫
ત્યારે અર્જુનની સામે એક દેવાંગના આવી, તેણીએ કહ્યું" મહારાજ ! આપ આ બાજુ દષ્ટિપાત કરી, આઠ દેવાંગનાએ આપની રાહ જુએ છે. તે દેવીએ કહ્યું કે આપના અદ્ભુત તપથી, જાપથી અમે આપની ઉપર પ્રસન્ન છીએ, અમે આપનું શું કાર્ય કરીએ ? અર્જુને કહ્યું કે હે ભગવતી ! તમે આ કુમાર મણિચૂડની ઉપર ઉપકાર કરા, દેવીએ એટલી કે અમારા નિયમ છે કે જે અમારી આરાધના કરે છે, તેમનુ જ અમે કાર્ય કરીએ છીએ, જો તમે તેની ઉપર ઉપકાર કરવાની ભાવના રાખેા છે, તેા તેની એક વખતની આરાધનાથી અમે તેની ઉપર પ્રસન્ન થઈશુ. અર્જુને દેવીઓના આદેશ માન્યા. દેવીએ અદૃશ્ય થઈ ગઈ, એટલામાં અર્જુનની સામે જયજયકાર કરતી એક દેવાંગના આવી, તેણીએ કહ્યું કે હું કુંતેય ! આપ પ્રસન્નતાથી મારી તરફ જુએ, અર્જુને તે દેવાંગના તરફ જોઈને કહ્યું કે ‘હું આપનું સ્મરણ કરૂં ત્યારે આપ હાજર થો. આ પ્રમાણે કહીને દેવીને વિદાયગીરી આપી, આ બધુ' દૃશ્ય જોઈ ને મિણચૂડ ઉત્સાહી બન્યા, અર્જુનના આદેશાનુસાર વિદ્યા સાધનમાં સ્થિર થયા, અર્જુન ઉત્તરસાધક બન્યા, મણિચૂડે થાડા દિવસેામાં બધી વિદ્યાઓની સાધના કરી.
ઘુઘરીના ઝણકારથી દશે દિશાઓને ગજાવતા, સુવર્ણ કાંતિમય સેંકડો ધજાઓથી વિભૂષિત, વિદ્યુત સમાન કિરણાને ફેલાવતા, એ મણિમય વિમાને આકાશથી