________________
સ : મા]
[ ૧૦
બુદ્ધિમાન અર્જુને મહા મુશ્કેલીએ ધય ધારણ કરીને કહ્યુ કે સાધારણ મનુષ્યની જેમ આપ લેાકેામાં આ પ્રકારની કાયરતા કયાંથી આવી ગઈ ? મારી પ્રતિજ્ઞા તાડવામાં જ આપની અપકીતિ છે, માટે તમેા બધા મને વનમાં જવાની અનુજ્ઞા આપેા. આમ કરવાથી મુનિના વચન તેમજ મારી પ્રતિજ્ઞાની સફલતા છે, આ પ્રમાણે તે અંધાની વિદાય લઈ ને અર્જુને ચાલવાની તૈયારી કરી, ત્યારે બધાના મૂખ ઉપર ગ્લાનિ છવાઈ ગઈ, પાછળ ચાલતા નકુલ અને સહદેવને અર્જુન ભેટી પડયા, તેમને પાછા જવાના આગ્રહ કરીને પાછા માકલ્યા, પ્રયાણ. કરતી વખતે રડવું તે અમંગળનુ કારણ છે, તેમ સમજી દ્રૌપદીએ ખિન્નવદને અર્જુનની પાસે આવીને કહ્યુ' નાથ ! પુરૂષોની બુદ્ધિ પાસે સ્ત્રીઓની બુદ્ધિ કાંઈ જ વિસાતમાં નથી, છતાં પણ હું કહું છું કે આપે આ કાર્ય ઠીક નથી કર્યું. મારા મનની પ્રસન્નતાને આપ સાથે જ લઈ જાઓ છે, આપના દર્શનની અભિલાષામાં મારે દિવસે જેમ તેમ કરીને પસાર કરવાના છે, તમારા માર્ગ કલ્યાણકારી થાઓ, કુલદેવતા આપનુ રક્ષણ કરા, જંગલમાં આપ એકલા ફરતાં ખૂબ જ સાવચેતી રાખશે. કારણ કે પાપીઓનુ ચિત્ત સજનાની ઉપર પણ મલીનજ હાય છે. ફરતા ફરતા દરેક સ્થાનમાં નવા નવા લેાકેાને જોઈ, પ્રીતિ, લક્ષ્મી તથા નવી નવી વિદ્યાએને પ્રાપ્ત કરશે, અનેક દેશમાં પરિભ્રમણ કરતાં આપ એવુ કાઈ કાય ન કરતા કે જેનાથી અમેા બધા દુઃખી થઈ એ,
અનેક