________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય સામ્રાજય આકાશમાં જમાવી દીધું. અને પ્રચંડ પ્રકાશથી જગતને ઝળહળતું બનાવી દીધું. . .
મનહર વેશભૂષા પરિધાન કરી રાજાઓને સમૂહ. મંચ ઉપર આવીને બેસવા લાગે, કલ્પવૃક્ષના અંકુરાની સમાન પ્રશંસાને યોગ્ય બાહુબળવાળા કુમારેને આગળ કરીને પાંડુરાજા પણ સ્વયંવરમાં આવ્યા, નિલકાન્ત મણિમય સુંદર સિંહાસન ઉપર જઈને પાંડુરાજા બેઠા, મૂર્તિમાન, ન્યાયી, ઉત્સાહી, તેજસ્વી, કીતિશાળી અને કામદેવને જીતવાવાળા તે કુમારને જોઈ રાજાઓના મનમાં પિતપિતાના રાજ્યની પણ શંકા થઈ આવી, તે બધા કુમારમાં વિશેષ કરીને સાક્ષાત્ ધનુર્વેદ નિષ્ણાત મૂર્તિમાન, વીરરસથી ભરપૂરઅર્જુનને જોઈ રાજાઓ પિતાના સ્વરૂપને પણ ભૂલી ગયા, સુકાયેલા ઝાડના સમૂહમાં જેમ કલ્પવૃક્ષ શેભે છે, તેમ રાજાઓમાં પાંડુરાજા શોભવા લાગ્યા. - નિત્યયૌવના દ્રૌપદીને સ્વયંવર સ્થાનમાં લાવવાને માટે દાસીઓએ સુંદર રીતે શણગારી હતી, અલતાના રસથી કમળની પાંખડીની જેમ શેભતી હતી, તેણીનું શરીર રત્નમય અલંકારોથી દેદીપ્યમાન લાગતું હતું. જ્યારે સ્ત્રીઓના કમળ અવાજથી મિશ્રિત માંગલિક વાદ્યો વાગવા લાગ્યા, ભાટચારણે રાજાની સ્તુતિ કરતા હતા, તે વખતે માણસોથી ઉઠાવવામાં આવેલી પાલખીમાં બેસીને રાજપુત્રી દ્રૌપદી સ્વયંવરભૂમિમાં આવી છે.