________________
સર્ગઃ ] ગુરૂજીને આહાર બતાવ્યું, ગુરૂજીએ પણ તેની ગંધ સુંધીને વાત્સલ્યભાવથી કહ્યું કે વત્સ ! જે તું આ ખાઈશ તે હમણાં જ મરી જઈશ, માટે જલ્દીથી બહાર વિશુદ્ધભૂમિમાં જઈને તેને પરઠવી દે, ગુરૂની આજ્ઞાથી મુનિ નગરની બહાર ગયા, પાત્રમાંથી એક ટીપું નીચે પડયું. તેના તરફ આકર્ષાઈને આવેલી કીડીઓને મરતી જોઈ મુનિરાજને ખૂબ જ દુઃખ થયું. વિચારવા લાગ્યા કે એક બિંદુમાં આટલા જીવોની હિંસા થાય છે તે બધું પરઠવવામાં આવે તે કેટલી હિંસા થાય? આ બધાને પ્રાણવિયેગ થાય તેના કરતાં મારે એકલાએ જ પ્રાણ ત્યાગ કરે ઈચ્છનીય છે. આ પ્રમાણે વિચારીને આત્મિક ભાવના ભાવતાં તે મુનિ તે શાક ખાઈ ગયા, સમાધિ મૃત્યુ પામીને મુનિને આત્મા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયે.
ધર્મરૂચિ અણગાર કેમ આવ્યા નહી? આ પ્રમાણે વિચારતા ગુરૂ મહારાજે બીજા મુનિઓને તપાસ કરવા મેકલ્યા, તે મુનિઓએ ધર્મરૂચિ અણગારને મૃત્યુ પામેલા જોઈને રજોહરણ વિગેરે લઈ લીધું અને ગુરૂમહારાજને આપ્યું. અને બધી વાત કરી, અતીંદ્રિય જ્ઞાનના ઉપયોગથી આચાર્ય મહારાજે ધર્મરૂચિ અણગારના મૃત્યુના કારણને જાણી બધાને નાગશ્રીને વૃત્તાંત કહ્યો. લોકોએ સોમદેવ બ્રાહ્મણને નાગશ્રીના આચરણની વાત કરી, તે લોકોએ તેણીની નિંદા કરી ઘર બહાર કાઢી મૂકી, બધાથી