________________
૯૮] .
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ચારણ મુનિએ દેશના આપી, દેશનાના અંતે કૃષ્ણ મુનીશ્વરને પૂછયું કે દ્રૌપદીને પાંચ પતિ કેમ! મુનીશ્વરે કહ્યું કે પૂર્વજન્મના નિયાણાથી દ્રૌપદી પાંચ પતિને વરી છે, તેમાં કાંઈ વિચાર કરવાને નથી.
પ્રાચીન સમયમાં ચંપાપુરીમાં સમદેવ, સમભૂતિ, સેમદત્ત નામના ત્રણ સહેદર ભાઈઓ હતા, તેઓ ત્રણેને અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી, યક્ષશ્રી, નામની પત્નીઓ હતી, પરસ્પર પ્રેમ હોવાથી તેઓએ નક્કી કર્યું કે આપણે બધાએ દરેકને ઘેર એકેક દિવસ સાથે જ જમવું. એક દિવસ નાગશ્રીના ત્યાં બધાને જમવાને વાર હતા, તેણે અનેક પ્રકારના રસવાળી રસોઈ બનાવી હતી, રાઈ બનાવ્યા પછી તેને ખ્યાલ આવ્યો કે કડવી તુંબડીનું ભજન અનેક પ્રકારના દ્રવ્યોથી મિશ્રિત બની ગયું છે, તેમાં દ્રવ્ય વ્યય પણ ઘણે થયેલ છે. પરંતુ ફેંકી દેવું તે ઠીક નથી, આ પ્રમાણે વિચારીને કંજુસાઈથી તેને એકાંતમાં છુપાવી દીધું. બીજી તમામ વસ્તુઓથી પિતાના પતિ તથા દિયરને જમાડયા, તે લેકે જમીને બહાર ગયા, તે જ દિવસે નગરમાં સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં શ્રીમાન ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ પર્ધાયા હતા, માસોપવાસના પારણે તેમના એક શિષ્ય ધર્મરૂચિ અણગાર આહાર લેવા માટે મધ્યાહુને નાગશ્રીના ઘેર આવ્યા, નાગશ્રીએ મુનિને કડવી તુંબડીનું શાક વહેરાવ્યું, મુનીશ્વરે માન્યું કે અપૂર્વ વસ્તુ મલી છે. તેમ જાણ સ્થાનમાં આવી મુનીશ્વરે