________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ઈનસભાને લજિજત કરનાર પાંડુરાજાની સભામાં દૂતે પ્રવેશ કર્યો, વિનયપૂર્વક રાજાને નમસ્કાર કરી, એક આસન ઉપર હૂત બેઠે, માથું નમાવીને કહ્યું કે દેવ! રાજા દ્રુપદે મને આપની પાસે મોકલાવેલ છે. તેમને પ્રાણથી પણ અધિક પ્રિય દ્રૌપદી નામે એક પુત્રી છે. તે પિતાની પુત્રીને જેમ તેમ અને ગમે તે જગ્યાએ આપવાની ઈચ્છા રાખતા નથી, તેઓએ જાહેર કર્યું છે કે જે વીરપુરૂપ રાધાવેધ કરશે, તેને જ મારી કન્યા આપીશ, સમસ્ત વિશ્વને આનંદ આપનાર ધનુર્વેદ વિશારદ આપને પુત્ર છે, માટે અદ્વિતીય ધનુર્ધારી આપના પુત્રોની સાથે આપ જરૂરથી સ્વયંવર ભૂમિને શોભાવવા પધારશે, ગાંગેયાદિની સાથે વિચાર કરીને પાંડુરાજાએ દૂતની વિનંતીને સ્વિકાર કર્યો, રત્ન, કુંડલ, કેયૂર, કંકણ વિગેરે અલંકારોથી તેને સત્કાર કરી, આનંદપૂર્વક દૂતને પાંડુરાજાએ વિદાય આપી. - સેના સહિત ભૂમંડલને કંપાયમાન કરતા પિતાના પુત્ર સાથે પાંડુરાજાએ કપિલ્યપુર જવા માટે પ્રસ્થાન કર્યું. મદ ઝરતા, ગર્જનાથી મયૂરને નચાવતા હાથી ઉપર રાજા સ્વાર થયા હતા, રાજાએ પ્રસ્થાન સમયોચિત રેશમી વસ્ત્ર તથા છત્રને ધારણ કરેલું હતું. યુધિષ્ઠિરાદિ. પાંચ પાંડ તથા દુર્યોધન વિગેરે સે કૌર વાહન પર આરૂઢ થઈને, રાજાની સાથે ચાલ્યા, ગંગા ભગીરથીની જેમ ચતુરંગી સેના રાજાની પાછળ ચાલવા લાગી, સેનાઓને કલરવ, પર્વતની ગુફાઓને ભેદી આકાશમાં રાપ્ત થયે, સ્વયંવર જેવાની ઈચ્છાવાળી દવાઓ