________________
સર્ગ : ૩ ] પુત્રના શેકથી કુંતી ખૂબ જ શ્રમિત બની ગઈ, એટલામાં રાજાએ દૂરથી હસતા આવતા પિતાના સેવકોને જોયા, રાજાએ પ્રસન્નતાથી અનુમાન કરીને કુંતીને કહ્યું કે આપણે પુત્ર કુશળ છે. તું ખૂબ જ ભાગ્યશાલિની છે, એટલામાં સેવકે આવીને કહ્યું કે હે રાજન ! આપને પુત્ર પિતાની માતાના ખેળામાં જેમ આનંદ પામે છે તેવી જ રીતે આનંદમાં છે. નીચે પડવા છતાં જરા પણ ઈજા થઈ નથી.
સેવકની વાત સાંભળી કુન્તી પુત્રને જોવા માટે ચાલી, પાછળ રાજા પણ ગયે, બન્ને જણાએ શિલાની ઉપર સૂતેલા અને આનંદ કરતા પિતાના પુત્રને જે, પુત્રને આ સ્થિતિમાં જઈ, રાજા રાણી આનંદવિભોર બન્યા, તે બંનેને જોઈ બાળક પણ હાથ પગ ઊંચાનીચા કરવા લાગ્યો, કુંતી પુત્રને ગોદમાં લઈ ચુંબન કરવા લાગી, તેણીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. રાજાએ કુન્તી પાસેથી પુત્રને લઈ આલિંગન કર્યું. કુંતીએ રાજાને ફરીથી પૂછયું કે હે નાથ ! આ શિલાઓ કેવી રીતે તૂટી ગઈ, રાજાએ કહ્યું કે દેવી ! આના જન્મ સમયે આકાશવાણી થઈ હતી, તેમાં આપણા પુત્રને વજાય કહેલે હતે એટલે વજાના જેવું આપણા પુત્રનું શરીર હોવાથી શિલાઓ ભાંગી ગઈ લાગે છે. રાજાના વચને સાંભળી કુંતી હર્ષથી રોમાંચિત બની. રાજાની પાસેથી ભીમને લઈ વારંવાર આલિંગન કરવા લાગી, વૃદ્ધાઓએ જે