________________
[ ૬૯
સર્ગ : ૩] આધારે યુધિષ્ઠિરથી તે માટે છે, માટે દુર્યોધન રાજા થશે, તમારો માર્ગ કલ્યાણકારી બને, આ પ્રમાણે કહીને પાંડુરાજાએ બધાને વિદાયગીરી આપી પિતે પણ ઉઠીને મહેલમાં ગયા, દુર્યોધનને દુઃશલ્યા નામે એક બહેન હતી, તેને સિંધુરાજ જયદ્રથની સાથે પરણાવી હતી.
ધરાષ્ટ્રના સો પુત્રે મોટા થયા, તેમની ભૂજાઓનું બળ ત્રણેલેકમાં વિખ્યાત થયું. સે ધૃતરાષ્ટ્રના અને પાંચ પાંડુરાજાના મળીને એક પાંચ ભાઈઓ હસ્તિનાપુરમાં સ્વચ્છંદપણે કીડાઓ કરવા લાગ્યા, દરરોજ તે બધાજ ભાઈઓ ધૃતરાષ્ટ્ર, પાંડુ, ભીષ્મ, વિદુર, સત્યવતી, અંબિકા, અંબાલિકા, અંબા, ગાંધારી, કુંતી વિગેરેને ભક્તિભાવથી નમસ્કાર કરતા હતા, બાલ્યકાળથી જ માતાના સંસ્કારોથી સિંચાતા પાંડવો પરમાત હતા, પાંડનું ચિત્ત રાતદિવસ પંચપરમેષ્ઠિમાં જ સ્થિર હતું. બધા કુમારો કઈ વખત ગંગાના રેતાળપટમાં રમતા હતા, કોઈ વખત યમુનાના ઉંડા પાણીમાં ડુબકીઓ મારતા હતા, બધી રમતમાં ભીમ બધાને હરાવતો હતો. ધર્માત્મા યુધિષ્ઠિર બધા ભાઈઓથી નેહ રાખતા હતા, તેમાં પણ દુર્યોધન ઉપર અધિક સ્નેહ હતો, ભાઈઓની ઉપર અગાધ પ્રેમ રાખવા છતાં “ભીમ' દુઃશાસન વિગેરે ધતરાષ્ટ્રના પુત્રને માર્મિક ત્રાસ આપતા હતા, કે કોઈ વખત ભીમ બીજા ભાઈઓને પાણીમાં ડુબાડી દે, કઈ વખત પગ પકડીને ખૂબ જ ઢસડતો હતો, કોઈ