________________
[પાંડવ ચરિત્ર. મહાકાવ્ય: નીચે પછાડે, કંસ ભયભીત બનીને સહાયતાને માટે ચારે તરફ જેવા લાગે, કંસના સૈનિકોએ શોથી, આક્રમણ કર્યું પરંતુ બંને ભાઈઓએ તેમને માર્યા, કૃષ્ણ કંસની છાતી ઉપર લાત મારી, જેનાથી કંસે. પ્રાણ ત્યાગ કર્યો, કોધમાં આવી કૃષ્ણ વાળ પકડી કંસના. મૃતદેહને મંડપની બહાર ફેંકી દીધે. " હર્ષથી કિલકારી કરતાં બધા યાદવ પિતાના નગર જવા માટે નીકળ્યા, અનાવૃષ્ટિ બલરામની સાથે કૃષ્ણને રથ ઉપર બેસાડી, વસુદેવને ઘેર લાવ્યા, કૃષ્ણને આવેલા જોઈને યાદવ ખૂબ જ આનંદ પામ્યા, વસુદેવે વારંવાર આલિંગન કર્યું. કૃષ્ણ સમુદ્રવિજયને પ્રણામ કર્યા. તેમણે કૃષ્ણને આલિંગન કર્યું. સમુદ્રવિજય એકીટસે કૃષ્ણ સામે જેવા લાગ્યા, દેવકીએ આવી જેમાંચિત બની કૃષ્ણને આલિંગન કર્યું. સ્પર્શજનિત સુખને અનુભવ કર્યો, રાજાએ ઉગ્રસેનને મથુરાની ગાદી ઉપર બેસાડયા, ઉગ્રસેને પિતાની કન્યા સત્યભામા કૃષ્ણને આપી. - આ બાજુ પિતાની શો સાથે જીવયશા અત્યંત વિલાપ કરતી કંસના મૃતક પાસે ગઈ, તેની સ્થિતિ જઈને અત્યંત દુઃખી થઈ, મૂર્ણિત બની ગઈ, શુદ્ધિમાં આવી છાતી કૂટવા લાગી, રેવા લાગી, કંસને અગ્નિ સંસ્કાર થયા બાદ પણ તેણએ નિવાં પાજલી પણ આપી નહિ. તેણીએ જોરજોરથી કહ્યું “બલરામ, કૃષ્ણ અને બધા યાદવેની સાથે હું મારા પતિને જલાંજલી આપીશ.'..